ઈન્દ્રનીલે કહ્યું આગામી દિવસો ‘આપ’ના, કેજરીવાલ પક્ષ માટે નહિં આમ આદમી માટે લડે છે, નરેશ પટેલ મારા મિત્ર છે, તેઓ કોંગ્રેસમાં જોડાવવાના છે એ મને ખબર નથી, પણ તેઓ હોય ત્યાં મારૂ કદ વધે પણ ઘટે નહિં

સલિમ બરફવાળા
ભાવનગર કોંગ્રેસના પ્રભારી અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ઈન્દ્રનીલ રાજયગુરૃએ ગઈકાલે દિલ્હી ખાતે કેજરીવાલ સાથે મીટીંગ કર્યા બાદ આજે અમદાવાદ સ્થિત ‘આપ’ના કાર્યાલય ખાતે ઈશુદાન ગઢવીએ ટોપી અને ખેસ પહેરાવી આપમાં સ્વાગત કર્યુ હતું. ઈન્દ્રનીલ રાજ્યગુરૃએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્હી અને પંજાબમાં જીત મેળવી પુરવાર કર્યું છે. પંજાબમાં જીત બાદ ગણતરીના દિવસોમાં કોઈ વ્યકિત ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું અભિયાન શરૃ કર્યું છે, જે ગુજરાતમાં દેખાતું નથી. હું એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં, આમ આદમી  માટે લડે છે.

આમ આદમીનો પક્ષ અને સરકાર બને એનાથી પ્રભાવિત થયો છુંતેમણે વધુમાં કહ્યું હતું કે મારું જાહેરજીવન હંમેશાં લોકો માટે રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે.ભાજપ ગુજરાતને ગમતો નથી. કોંગ્રેસ દમ દેખાડતું નથી. આપ સૌને ગમે છે. મને વિચાર આવ્યો એટલે હું જોડાયો છું. આજકાલ રાજકીય સ્થિતિ છે કે સોદા થયા એવું કહેવાય છે. હું સોદાનો માણસ નથી. ત્યાં મારી પ્રતિષ્ઠા નહોતી એવું નહોતું. અગત્યની વાત એ છે કે ભાજપની સરકાર ન જોઈએ, એ કોંગ્રેસમાં છે નહીં એટલે આપમાં જોડાયા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here