આમ આદમી પાર્ટીનું કાર્યાલય શરૂ થયું તેને હજુ 15 દિવસ જેટલો સમય થયો છે ભાજપ અને તંત્રની હેરાતગતિને કારણે કાર્યાલય બંધ કરવું પડે તેવો આરોપ, આવતીકાલે સાંજે યોજાનારી પ્રેસમાં થશે વધુ ખુલાસા

સલિમ બરફવાળા
ભાવનગર સહિત રાજ્યમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે સંવેદના યાત્રામાં હજારો લોકો જોડાઈ રહ્યા છે મહેશ સવાણી ઇસુદાન ગઠવી જેવા મહારથીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ એક નવો પ્રાણ ફૂંકાયો છે જેની વચ્ચે આજે સાંજના 5 વાગ્યા આસપાસ યુવા કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા હાર્દિક પટેલની નજીક ગણાતા નિખિલ સવાણી પણ ઇસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમીમાં જોડાયા છે આ તમામ બાબતોની વચ્ચે ભાવનગર ખાતે આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલયને બંધ કરાવવા માટેની હેરાનગતી શરૂ થઈ છે થોડા દિવસ પહેલા શરૂ થયેલ આમ આદમી પાર્ટીના કાર્યાલય રાજકીય કિન્નખોરીનો ભોગ બન્યું હોવાનો આરોપ લાગ્યો છે.

ભાવનગર ખાતે સરદારનગરમાં એક બંગલો ભાડે રાખી ડિપોઝીટ વેરો તથા અન્ય તમામ તાઈટલ ક્લિયર કર્યા પછી આમ આદમી પાર્ટી એ પોતાના કાર્યાલય નું ઓપનિંગ થયા બાદ પણ ઓફિસના માલિકને પ્રેસર કરી ભાજપ દ્વારા ઓફિસ ખાલી કરાવવાનું કાવતરું રચાયું છે હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લાગ્યો છે આ કાર્યાલય ખાલી કરાવવા બાબતે આવતીકાલે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ તેમજ શહેર પ્રમુખ દ્વારા એક પ્રેસકોન્ફોર્ન્સ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘટનાની તમામ વિગતોનો ઘટસ્ફોટ થશે અને યોજાનારી પ્રેસમાં શુ વધુ ખુલાસો થશે તે જોવાનું રહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here