૨૫૦ થી યુવાનોમાં પાર્ટી પ્રત્યે નારાજગી હોવાની ચર્ચા, ભોજન સાથે ખાનગી બેઠક મળી હોવાની જાણકારી, ગમે ત્યારે સ્થાનિક રાજકારણમાં કડાકા ભડાકાના એંધાણ
બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર અને જિલ્લાના રાજકારણ નવાજુની થવાના સંકેત દેખાઈ રહ્યા છે ભાવનગર નજીક આવેલ સીદસર ગામે એક ખાનગી જગ્યાએ ભાવનગર જિલ્લા યુવા આમઆદમી પાર્ટીના યુવાનો તેમજ અન્ય પાર્ટી અને સમાજના આગેવાનોની એક ખાનગી બેઠક મળી હોવાના અહેવાલો મળ્યા છે જોકે એક યુવા કાર્યકરએ આ માત્ર સ્નેહમિલન અને ભોજન સમારંભનું આયોજન કર્યાનો બચાવ કરી બેઠક મળી હોવાનું સમર્થન આપ્યું હતું ૨૫૦ થી વધુ લોકો આ બેઠકમાં હાજર હતા સાથે રાત્રી ભોજન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ યુવા આગેવાન દર્પણ ડાખરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.દોઢ મહિના પહેલા આમ આદમી પાર્ટીના ભાવનગર યુવા શહેર પ્રમુખમાંથી રાજીનામું આપ્યું હતું.
યુવાનોમાં ખાસ પ્રભુત્વ ધરાવતાં દર્પણ ડાખરા દ્વારા સ્નેહ મિલનમાં સહકારી ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે જોડાયેલા યુવાનો સહિત પીઢ રાજકીય આગેવાન ભીખાભાઈ જાજડીયા પણ જોડાયા હતાં હવે આવનારા સમય દરમિયાન ભાવનગર જીલ્લા માં રાજકીય કઈ નવી ઉથલ પાથલ જોવા મળે તો નવાઈ નહિ આપ સાથે જોડાયેલ મહેશ સવાણી, વિજય સુંવાળા એ રાજીનામાં આપ્યા બાદ સ્થાનિક લેવલે પણ ઘણાં કાર્યકરો નારાજ હોય ત્યારે હવે જોવું રહ્યું કે આવનારા સમયમાં શુ રાજકીય ફેરબદલી સાથે ગરમાવો આવે છે.આ કાર્યક્રમ મા કોળી સમાજ ના પીઢ આગેવાન અશોકભાઈ ગોહિલ, વાલ્મીકી સમાજ ના આગેવાન જયદેવભાઈ મકવાણા, વિજય ભાઈ ચુડાસમા, યુવા નેતા ધર્મરાજસિંહ કોટીલા, ઉપસ્થિત રહ્યા હતા.