કાબુલમાં નજીકથી અનેક બ્લાસ્ટ જોયા, ભારત પરત ફરતી વખતે એરપોર્ટ પર ડરનો જે અનુભવ થયો એવો જિંદગીમાં ક્યારેય નથી થયો’

ગુજરાતી જાણીતા કવિ હરીન્દ્ર દવેના પૌત્ર શિવાંગ દવે વતન ભાવનગર પરત ફર્યા, શિવાંગ દવે અફઘાનિસ્તાનમાં છેલ્લાં 12 વર્ષથી પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર હતા, હેમખેમ વતન પરત પહોંચતાં માલણકામાં કુળદેવી ખોડિયાર માતાનાં દર્શન કરશે


સલિમ બરફવાળા
અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યો છે ત્યારે અનેક ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે મૂળ ભાવનગરનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યા હતા. આ યુવાન રોજગાર અર્થે અફઘાનિસ્તાન ગયો હતો, જે હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યા બાદ ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જણાવ્યું હતું.

ઇન્ડિયન એમ્બેસી અને અમેરિકાની મદદથી તે રવિવારના રોજ દિલ્હી પરત ફર્યા હતા ત્યારે આજે દિલ્હીથી ફ્લાઈટ ભાવનગર એરપોર્ટ પર આવી પહોચ્યા હતા. ગુજરાતી જાણીતા કવિ હરીન્દ્ર દવેના મોટા દીકરા રોહિતભાઈ દવેનો દીકરો શિવાંગ દવે, જે અફઘાનિસ્તાનમાં છેલ્લાં 12 વર્ષથી પ્રાઈવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. આજે ભાવનગર પહોંચી શિવાંગ દવે અને તેનાં પત્ની એકતાબેન દવે કાકાના ઘરે પહોંચ્યા હતા અને હરેશભાઈ દવે તથા નીલાબેન દવે પાસે આશીર્વાદ લીધા હતા અને સાંજે તેઓ તેમના કુળદેવી માતાજી મંદિરે શીશ ઝુકાવવા જશે.

વતન પરત ફરવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું

અફઘાનિસ્તાનથી પરત આવેલા શિવાંગ દવેએ વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે તાલિબાનોએ કબજો કર્યો હતો ત્યારે મારી નજર સામે ઘણુંબધું જોયું છે. એક અઠવાડિયા પહેલાં કાબુલથી હું પાછો આવ્યો છું. જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા, ટ્રાફિકજામ થઇ ગયો હતો. મને ખૂબ ડર લાગી રહ્યો હતો કે કાબુલ એરપોર્ટ કેવી રીતે પહોંચીશું. કાબુલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં પણ એ તાલિબાનોના કબજામાં આવી ગયું હતું. હવે વતન પરત ફરવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. ઘણા રોકાણ બાદ ફ્લાઈટ આવી અને રવિવારના રોજ ભારત પરત ફર્યો હતો.

ફ્લાઇટ ઉપડી ત્યાં સુધી ડર લાગતો હતો

શિવાંગ દવેએ વધુમાં જણાવ્યું હતું કે તાલિબાનના કબજા બાદ શું થવાનું છે એ કોઈને ખબર નથી. બેંકમાં પૈસા નથી અને બધાં જ કામ અટકી ગયાં છે. હવે ભવિષ્યમાં શું થશે એની રાહ જોવાઇ રહી છે. આપણે આશા રાખીએ કે લોકો ત્યાં રહે અને ભારત સરકારના સહયોગથી અનેક લોકોને ભારત લાવવામાં મદદ મળી હતી. જ્યાં સુધી કાબુલ ફ્લાઈટમાં બેઠા અને ફ્લાઇટ ઊપડી ને ત્યાં સુધી એટલો ડર હતો કે અમે ઘણા બ્લાસ્ટ થતા જોયા છે, 50થી 60 મીટરના અંતરે બધું જોયું છે. આ આવો ડર ક્યારે લાગ્યો નથી, જે ત્યારે લાગી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here