અલંગ શિપ બ્રેકિંગ બાદ ભાવનગરને મળશે નવી ઓળખ, ભાવનગરમાં નજીકના દિવસોમાં શરૂ થશે નવી ઇન્ડસ્ટ્રીઝ, કેન્દ્ર સરકારનુ અલંગની બાજુમા જ નવી ઈન્ડસ્ટ્રીઝ માટે આયોજન

મિલન કુવાડિયા
ભાવનગરમાં આવેલું અલંગ શીપ બ્રેકિંગ યાર્ડે ગુજરાત જ નહીં પરંતુ ભારતની પણ એક અલગ ઓળખ ઉભી કરી છે. જો કે હવે નજીકના દિવસમાં અલંગની બાજુમાં જ નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરવામાં આવી રહી છે, ભાવનગરની નવી ઓળખ થવા જઇ રહી છે. જેમાં ભારે વાહનોનું સ્ક્રેપિંગ યુનિટ શરુ કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવનગર શહેરની સૌથી મોટી ઓળખ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છે. જો કે હવે નજીકના દિવસોમાં નવી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થવા જઇ રહી છે. જેને લઇને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બાદ ભાવનગરને નવી ઓળખ મળશે કેન્દ્ર સરકાર દ્વારા અંલગની બાજુમાં જ નવી ઇન્ડસ્ટ્રીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હેવી વાહન સ્ક્રેપિંગ યુનિટ ઉભુ કરવા સરકાર આયોજન કરી રહી છે. આમ હવે અલંગમાં શિપ બ્રેકિંગ બાદ હવે કાર, ટ્રકનો ભંગાર ભાંગવા માટે ઇન્ડસ્ટ્રીઝ બનશે. જ કેન્દ્ર સરકાર દ્વારા કાર, ટ્રકનો ભંગાર ભાંગવા માટે ઇન્ડસ્ટ્રીઝ બનાવાની તૈયારીઓ કરવામાં આવી છે. વિશ્વભરમાંથી સામાન લાવી ભાવનગરમાં ભાંગવાનું કામ શરૂ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here