એડમીનની એક ભૂલના કારણે આપણું ભાવનગર ફેસબુક પેઝ હેક થયું જોકે એડમીન એક્ટિવ જાણકાર હોવાથી હેકરો કંઈ વધારે નુકસાન ન કરી શક્યા, ભાવનગર ફેસબુક પેઝમાં લાખ્ખો લોકો જોડાયેલા છે

મિલન કુવાડિયા
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૯ કલાકે મળતી માહિતી મુજબ આપણું ભાવનગર ફેસબુક હૅક થયું છે પેઝના એડમીન કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું કે મંગળવારના રોજ સવારે અંદાજે ૧૧ વાગ્યે એ તેમનું આપણું ભાવનગર ફેસબુક પેજ હેકરો દવારા હેક કરવામાં આવ્યું, ત્યારબાદ એડમીનને ફેસબુકમાં જોતા તેમનું એક પેજ ગાયબ હતું. ત્યારે તરત જ એમના તમામ facebook ના પાસવર્ડ બદલી નાખ્યા, પણ તેનું એક આપણું ભાવનગર ફેસબુક પેજ ત્યાં સુધીમાં તો હેકરો એ હેક કરી અને તમામ એડમિન પેનલને રિમૂવ કરી નાખ્યા હતા.

ત્યારબાદ તેના એડમીન કલ્પેશસિંહ ઝાલાએ ટેકનિકલ સપોર્ટ માટે મયુર વાળા ને જાણ કરતા તેમને અન્ય રામભાઈ ખુમાર સાથે વાત કરાવી અને તેમને કહ્યા મુજબ ફેસબુકને રીપોર્ટ કર્યા એટલે પેજ પાછું મળી ગયું હતું. પેજ હેક થયું એ તો ઠીક પણ પેજમાં એડમીન એ નાખેલ ક્રેડીટ કાર્ડમાંથી હેકર એ ત્યાં સુધીમાં તો એક રૂ – ૮૬૫.૧૫ નું પેમેન્ટ કરી નાખ્યું, ત્યારે એડમીનને મોબાઈલમાં એસએમએસ આવતા જાણ થઇ, એટલે એડમીન ને તાત્કાલિક તેનું ક્રેડિટ કાર્ડ બેંક એપ્લીકેશનમાંથી જ સીધું બ્લોક કરાવી નાખ્યું, ત્યારબાદ સતત હેકર્સ તેના ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ કરતા રહ્યા, અને મેલ અઈડીમાં મેલ મળેલ પણ કાર્ડ બ્લોક કરાવવાને કારણે હેકરો કંઈ વધારે નુકસાન કરી શક્યા નહિ..

આ તમામ બાબતની તપાસ કરતા એવું જાણવા મળ્યું એ એડમીન એ તેના ઘરના કોમ્પ્યુટરમાંથી ફેસબુક ખોલતા હતા અને તેના ફાયરફોકસ અને ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં ફેસબુક આઈડી અને પાસવર્ડ સેવ રાખતા જેથી તેમને આઈડી પાસવર્ડ વારંવાર નાખવાની જરૂર ન પડે.. પણ અચાનક તેમના કોમ્પ્યુટર માં બ્લુટુથ પેનડ્રાઈવ ડિવાઈસ ચેક કરવા નાખ્યું અને ત્યારબાદ ઓનલાઇન એટેક થવા લાગ્યા અને તેના બ્રાઉઝરમાંથી ઓટોમેટીક તમામ વેબ સાઇટો ખુલવા લાગી. અને સેવ બ્રાઉઝરમાંથી ફેસબુક હેક થયું..

ત્યારબાદ એડમીન ને facebook ટીમનો હેલ્પ સેન્ટરમાંથી કોન્ટેક્ટ કર્યો, અને intellectual property copyrights નું ફોર્મ ભરી ફેસબુકને આ તમામ બનાવ ની ફોટા સાથે વિગતો આપી જાણ કરી એટલે facebook એ બીજા દિવસે તેમને રિપ્લાય આપ્યો કે તમારે પેજ એડમીન નો ઈશ્યૂ હોય તો આ સપોર્ટ મેસેજમાં અમને વિગતો સાથે ફરી રીપ્લાય કરો એટલે તેમને સપોર્ટ મેસેજ માંથી આવેલ મેસેજમાં જ વિગતો આપી ત્યારબાદ facebook તમે તેમનું ઇન્વેસ્ટિગેશન કરી અને મેટર સાચી જણાતા તેમને તેનું આપણું ભાવનગર નું પેજ ત્રીજા દિવસે એડમીનની તમામ પેનલ સાથે પાછું મળી ગયું..ઉલ્લેખનીય છે કે આ પેઝમાં ભાવનગરના લાખ્ખો લોકો જોડાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here