હિતેશ અને વિશાલ બન્ને મોતને ભેટ્યા, વિશાલ કોમ્પ્યુટરનું બહુ મોટું કામ કરે છે સિહોરમાં પણ કેટલીક કંપનીઓમાં કોમ્પ્યુટર રીપેરીંગના કોન્ટ્રાક્ટ ચાલતા હતા

સલીમ બરફવાળા
ભાવનગર હાઈ–વે ઉપર આટકોટ જંગવડ વચ્ચે ભાવનગરની કાર ડિવાઈડર સાથે અથડાઈને એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ભાવનગરના વીરપાર્ક સિકસર રોડ પર રહેતાં બે વ્યકિતઓના મોત થયા હતા. મળતી વિગતો મુજબ જસદણથી દસ કિલોમીટર દુર જંગવડ ગામ પાસે ભાવનગરથી મોરબી હિતેશભાઈ ડાભી પોતાના સસરા મૃત્યુ પામ્યા હોય અને એમના પત્ની મોરબી પાસે વાંગધ્રા તેના માવતર હોય તેથી તેની બાજુમાં રહેતા તેના મિત્ર વિશાલભાઈ મહેતા આ બન્ને ભાવનગરથી વહેલી સવારે નીકળી જંગવડ ગામ નજીક પહોંચતા ત્યાં અચાનક કાર રોડ ડિવાઈડર પર ચડી જતાં ત્યાં કારમાં સામે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બન્ને મિત્રના મૃત્યુ થયા હતા.

આ બનાવની જાણ રાયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને થતાં તેઓએ જરૂરી સૂચના આપી હતી. અકસ્માતના પગલે શહેરના સામાજિક અગ્રણી નરેશભાઈ દરેડ તથા રફીકભાઈ ગોગદા પણ આ અકસ્માતે મદદ કરવા હાજર થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે, જંગવડ ગામ પાસેની આ ગોળાઈવાળા હાઈવે પર અનેક અકસ્માત અગાઉ પણ સર્જાઈ ચૂકયા છે ઉલ્લેખનીય છે કે વિશાલ મહેતા જેઓ કોમ્પ્યુટરનું બહુ મોટું કામકાજ કરતા હતા અને સિહોરની કેટલીક કંપનીઓમાં પણ કોમ્પ્યુટર રીપેરીંગના કોન્ટ્રાક્ટ ચાલતા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here