ભાવનગરના પૂર્વ મેયર અને પૂર્વ ભાજપ શહેર પ્રમુખ સનતભાઇ મોદીની રૂબરૂ ખબર-અંતર પૂછતાં વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલ

મિલન કુવાડિયા
ભાવનગરના પૂર્વ મેયર અને બે ટર્મ ભાજપ શહેર પ્રમુખ રહેલા શ્રી સનતભાઇ મોદીની આજે ભાવનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે તેમના રૂપાણી સર્કલ પાસે આવેલાં તેમના નિવાસસ્થાને જઇ રૂબરૂ મુલાકાત કરીને ખબર અંતર પૂછી ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને સારવાર માટે જરૂરી તમામ મદદની ખાતરી આપીને શ્રી સનતભાઇ જલદી સાજા થઈ જાય તેવો દિલાસો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મેયર શ્રી સનતભાઇ મોદી હાલમાં કેન્સરની બિમારીથી પીડાઇ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોએ તેમના ઘરે જઈને રૂબરૂ મળી ખબર અંતર પૂછ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here