જિલ્લા મહિલા મોરચા સંગઠનમાં વિવાદ સપાટી પર, સૂત્રો કહે છે ગઈકાલનું ગીતાબેને રાજીનામું આપી દીધું છે, પાલીતાણાના ધર્મિષ્ઠાબેન દવેને જિલ્લા પ્રમુખ તરીકેની નવી જવાબદારી સોંપાઈ, ગીતાબેન ફરી કોંગ્રેસમાં જોડાઈ તેવી અટકળો તેજ

હરિશ પવાર
ભાવનગર જિલ્લા મહિલા મોરચા ગીતાબેન કોતરે જિલ્લા પ્રમુખ તરીકે રાજીનામું ધરી દેતા અને તર્ક વિતર્ક શરૂ થયા છે ગીતાબેનના રાજીનામાં બાદ જિલ્લા પ્રમુખ તરીકે પાલીતાણાના ધર્મિષ્ઠાબેન દવેને નવી જવાબદારી આજેજ સોંપી દેવાઈ છે અને નવા જિલ્લા પ્રમુખ નિયુક્ત કરી દેવાયા છે ગીતાબેન કોતર મૂળ સિહોરના રહેવાસી અગાઉ કોંગ્રેસમાં જોડાઈ ને તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી કોંગ્રેસમાં પણ તેઓ ભાવનગર જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારીમાં હતા ઘણા સમય સુધી તેઓએ કોંગ્રેસમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હતી બાદમાં અચાનક કોંગ્રેસ સાથે છેડો ફાડી જીતુભાઇ વાઘાણી અને મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં

તેઓએ ભાજપનો ખેસ પહેરી કેસરિયા કર્યા હતા બાદમાં ભાજપે પણ ગીતાબેન ને જિલ્લા મહિલા મોરચાની જવાબદારી સોંપી પ્રમુખ તરીકે નિયુક્તિ કરી હતી જોકે તેઓએ અચાનક રાજીનામું ધરી દેતા મહિલા મોરચામાં વિવાદ હોવાનું સામે આવ્યું છે સૂત્રો કહે છે ગીતાબેન કોતરે ગઈકાલે જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું છે અને બીજી બાજુ પ્રદેશ ભાજપે મહિલા મોરચાના જિલ્લા પ્રમુખની વરણી પણ કરી દીધી છે પાલીતાણાના ધર્મિષ્ઠાબેન દવેને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે બીજી બાજુ ગીતાબેન કોતર ફરી કોંગ્રેસમાં જોડાઈ તેવી સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here