માર્કેટયાર્ડ ખાતે રક્તદાન કેમ્પના આયોજનમાં 50 લોકો રક્તદાતા બન્યા જીવનદાતા


મિલન કુવાડિયા
જિલ્લામાં થેલેસેમિયાથી પીડિતી અને ઓછુ હિમોગ્લોબીન ધરાવતી મહિલાઓને પ્રસુતિ સમયે તેમજ મેડિકલ ઈમરજન્સી સમયે રક્તની જરૂરીયાત રહેતી હોય છે ત્યારે સામાન્ય દિવસોમાં ઉપલબ્ધ થંતુ રક્ત અત્યારે કોરોના કપરા સમયે પણ રક્તદાન કરી માનવતા દર્શન કરાવી રહ્યા છે આવા જ ભાવનગર માર્કેટયાર્ડ ખાતે યોજાયેલ કેમ્પમાં 50 લોકો રક્તદાતા બની સાચા અર્થમાં જીવનદાતા સાબિત થયા છે.

કોવિડ-૧૯  મહામારીના સંક્ર્મણને ફેલાતુ અટકાવવા માટે દેશમાં અનલોક અમલી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં રક્ત ની કમી ના થાય તેમજ દર્દીઓને જરૂરીયાતના સમયે રક્ત મળી રહે તે માટે જિલ્લા ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના સેવાના સાત વર્ષ પૂર્ણ થતાં સેવા દિ સંગઠન ના વિચારો સાથે ભાવનગર મહાનગર ભા.જ.પ કિસાન મોર્ચો દ્વારા માર્કેટિંગયાર્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં યોજાયો હતો જેમાં 50 લોકો રક્તદાતા બન્યા હતા ખરા અર્થમાં જીવનદાતા સાબિત થયા છે.

અહીં જીતુભાઈ વાઘાણી શહેર રાજીવભાઈ પંડ્યા જિલ્લા ભા.જ.પ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા મેયર કીર્તિબેન દાણીદરીયા પ્રદેશ મંત્રી રઘુભાઈ હુબલ પ્રદેશ કિસાન મોર્ચાના મંત્રી ભરતભાઇ મેર ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ આહીર માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી સભ્યો વેપારીઓ તથા મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા શહેર કિસાન મોચાના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ મહામંત્રી ઘનશ્યામભાઈ સોનાણી મહામંત્રી નિરવભાઈ કિકાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here