શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે વિશાળ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સંભાળ્યો ચાર્જ, પૂર્વ અધ્યક્ષ સનત મોદીએ હાર પહેરાવી પ્રમુખપદ નો ચાર્જ રાજીવ પંડ્યાને સુપ્રત કર્યો

મહાનગર પાલિકાની 52 સીટો પર ભગવો લહેરાય એ મારું લક્ષ રહેશે, પૂર્વ પ્રમુખે શહેરમાં જે કાર્યો શરૂ કર્યા છે તેને આગળ ધપાવીશ: રાજીવ પંડ્યા


મિલન કુવાડિયા
રાજ્યના અનેક શહેરોમાં ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ ની વરણીની ગત તા ૯ ના રોજ જાહેરાત કરવામાં આવી હતી.જેમાં ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ પદે રાજીવ પંડયા ની નિમણૂક બાદ આજે તેમને પૂર્વ અધ્યક્ષ સનત મોદી પાસેથી વિધિવત ચાર્જ સંભાળ્યો હતો તેમજ વડીલો ના આશીર્વાદ મેળવી શહેરમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપી આવનારી મનપા ચૂંટણીમાં તમામ બેઠકો કબજે કરવા ના લક્ષ સાથે પોતાની નવી જવાબદારી નો સ્વીકાર કર્યો હતો. આજે ભાજપ કાર્યાલય એટલે કે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે નવનિયુક્ત શહેર ભાજપ અધ્યક્ષ રાજીવ પંડ્યાએ પોતાનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.

નવા પ્રમુખને આવકારવા મોટી સંખ્યામાં ભાજપ મહિલા અને પુરુષ હોદ્દેદારો અને કાર્યકરો ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ શહેર પ્રમુઝ નવનિયુક્ત પ્રમુખ ને લઈ આવી પહોંચતા તેમનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.જ્યારે હાર પહેરાવી પૂર્વ પ્રમુખે તેમનું સ્વાગત કરી વિધિવત પ્રમુખ નો ચાર્જ સોંપ્યો હતો.નવનિયુક્ત પ્રમુખે હાલ જે વિકાસના કામો શરૂ છે તેને આગળ ધપાવવા તેમજ આગામી સમયમાં યોજાનાર મનપા ની ચૂંટણી માં તમામ ૫૨ બેઠકો પર ભગવો લહેરાય તે લક્ષ સાથે કામગીરી કરશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here