રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા CAA ના સમર્થનમાં ભવ્ય રેલી, ૧ લાખ લોકોનો મહાસાગર CAA ના સમર્થનમાં ઉમટી પડ્યો, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવારીબેન દવે, જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા, તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી રેલીમાં જોડાયા, ૨ કિમી લાંબા તિરંગા સાથે નીકળી ભવ્ય રેલી.

દર્શન જોશી
ભાવનગર ખાતે આજે રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા CAA ના સમર્થનમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. મુખ્ય રેલી શહેરના એવી સ્કુલના ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ થઇ હતી. જેનું પ્રસ્થાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવે એ કરાવ્યું હતું. જયારે બોરતળાવ વિસ્તારમાંથી ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ બીજી રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તમામ રેલીઓ જશોનાથ સર્કલ ખાતેથી એક બની મહાસાગર ના સ્વરૂપમાં નિયત માર્ગ પર ફરી ગાંધી સ્મૃતિ ખાતે પરિપૂર્ણ થઇ હતી.

આજે CAA ના સમર્થનમાં લોકોનો મહાસાગર ઉમટી પડ્યો હતો CAA ના સમર્થનમાં વેપારીઓ, કારખાનેદારો, ઉદ્યોગપતિઓ, કારીગરો, પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી આ રેલીમાં જોડાયા હતા એવી સ્કુલના ગ્રાઉન્ડ ખાતેથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું જેમાં શિક્ષણમંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં જોડાયા હતા. જયારે બોરતળાવ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અને રત્નકલાકારો ૨ કિમી લાંબા તિરંગા સાથે આ રેલીમાં જોડાયા હતા. શહેરના માર્ગો પર ૧ લાખ કરતા વધુ લોકોના વિશાળ જનસૈલાબથી ભાવનગર કેસરિયા માહોલમાં રંગાયું હતું.

૪ કિમી લાંબી CAA ના સમર્થનમાં નીકળેલી રેલીમાં વિવિધ હિંદુ સંસ્થાઓ, વિવિધ વેપારી એસોસિએશન, બાર એસોસિએશન, ડોકટર એસોસિએશન, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, હીરાના કારખાનેદારો, રત્નકલાકારો જોડાયા હતા. રસ્તાઓ ભારત માતા કી જય અને વી સપોર્ટ CAA થી ગુંજી ઉઠ્યા હતા. લેહેરતા તિરંગા વચ્ચે ભાવનગર રાષ્ટ્રભક્તિ થી તરબોળ બન્યું હતું. જયારે ભાવનગરની જનતા એ CAA ના સમર્થનમાં રેલી સમયે સજ્જડ બંધ પાળી વડાપ્રધાન ના સાહસિક નિર્ણય ને આવકારી પોતાનું સમર્થન અર્પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here