અમદાવાદ કેન્સર હોસ્પિટલના તબીબો ભાવનગર આવીને સારવાર આપશે : વિભાવરીબેન દવેની જહેમત ફળી

મિલન કુવાડિયા
ભાવનગરમાં કેન્સરની સારવાર લોકોને શહેરમાં જ મળી રહે તે માટે ૩૨ કરોડના ખર્ચે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત કેન્સર હોસ્પિટલના ડોકટરો ભાવનગર આવીને લોકોની સારવાર કરશે. આ હોસ્પિટલનું તા. ૨૦ જુલાઇએ સવારે ૧૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ થનાર છે. રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ આ માટે ખૂબ જ મહેનત કરી છે.

ભાવનગર ખાતે લોકોને અદ્યતન સારવાર મળે માટે ગુજરાત સરકાર દ્વારા કેન્સર હોસ્પિટલ તા.૨૦ જુલાઈ મંગળવારેના રોજ સવારે ૧૦ વાગે લોકર્પણ થનાર છે એ હોસ્પિટલ માહિતીઙ્ગ ગ્રાઉન્ડ સાથે ૩ માળની હોસ્પિટલમાંઙ્ગ૨૧૫૦ ચો મિટરનું બાંધકામ થયેલું છે. આ હોસ્પિટલમાં ૭૨ બેડ હશે જેમાં એરકન્ડિશન વાળા સ્પેશિયલ રૂમ પણ હશે.

કેન્સર માટેઙ્ગ કિમો થેરેપી તો અપાશે પણ એ ઉપરાંત અદ્યતનઙ્ગ રેડિયો થેરેપી સારવાર પણ ઉપલબ્ધ થનાર છે. રેડિયો થેરેપી માટે ત્રણ પ્રકારના અદ્યતન મશીનો ઉપલબ્ધ કરવામાં આવેલ છે લીનીયર એકસલેટરઙ્ગ જે શરીરના બાહ્ય ભાગમાં રેડીયો થેરેપી અપાશે જે મશીનની કિંમત આશરે ૧૯ કરોડની છે.બ્રેકી થેરેપીઙ્ગ શરીરના આંતરિક અંદરના ભાગને રેડિયો થેરેપી આપવા જેની કિંમત આશરે ૧.૫ કરોડ જેટલી છે. સિટી સેમ્યુલેટરઙ્ગ જે ભાગમાં રેડિયો થેરેપી આપવાની હોય.

તેનું સિટી સ્કેન કરશે આશરે ૪.૪૭ કરોડની કિંમતનું હશે. આમ, કુલ આશરે ૨૫ કરોડના માત્ર સાધનો આ હોસ્પિટલને સરકાર તરફથી ઉપલબ્ધ બન્યા છે. બિલ્ડીંગના બાંધકામ સહિત કિંમત આશરે ૩૨ કરોડની રકમથી બનેલ આ હોસ્પિટલ છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ એમના જ ડોકટરો સ્ટાફ દ્વારા સારવાર મળનાર છે. માટે એમ કહી શકાય કે હવે અમદાવાદના ડોકટરો દ્વારા સારવાર મળનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here