વિભાવરીબેન દવે ખાતમુહુર્તથી લઇને હોસ્પિટલના નિર્માણ સુધી સતત પ્રયત્નશીલ રહ્યા

મિલન કુવાડિયા
ભાવનગરમાં હવે કેન્સર હોસ્પિટલ કાર્યરત થવાના દિવસો હવે નજીક આવી ગયા છે અને તા. ર૦ ને મંગળવારે આ હોસ્પિટલ લોકાર્પિત થશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આ કેન્સર હોસ્પિટલ લોકાર્પિત કરવા આ અવસરે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. આ હોસ્પિટલ કાર્યરત થતા હવે કેન્સરની સારવાર માટે અમદાવાદ વડોદરા જવું નહિં પડે પણ ભાવનગરમાં જ સારવાર મળશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કેન્સર ઇન્સ્ટિટયુટ દ્વારા જ આ હોસ્પિટલ ચલાવાશે.

ભાવનગર ખાતે કેન્સર હોસ્પિટલ શરૂ થાય તે માટે શરૂઆતથી જ કાર્યરત વિભાવરીબેન દવે સતતા પ્રયત્નશીલ વિભાવરીબેન દવેએ હોસ્પિટલ મંજૂર કરાવવાથી ખાત મુહુર્ત અને સાધનોની સગવડો વહેલી મળે તે માટે કાર્યરત રહ્યાં છે. આ કેન્સર હોસ્પિટલમાં ડોટકરો સહિતનો તમામ સ્ટાફ મળે અને આ હોસ્પિટલ નિષ્ણાતો દ્વારા ચલાવાય માટે પીપીપી ધોરણે શરૂ કરવાની નીતિનો અમલ ભાવનગર ખાતેની કેન્સર હોસ્પિટલ અર્ધસરકારી ધોરણે સિવિલ અમદાવાદ ખાતે કાર્યરત કિડની ઇન્સ્ટિટયુટ દ્વારા કાર્યરત કરવાનું અને તે માટેની તમામ પ્રક્રિયામાં સતત રસ લઇ ઝડપથી થાય એવા પ્રયત્ન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here