ભક્તો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામા આવી

બ્રિજેશ ગૌસ્વામી
આજથી ધર્મ ભક્તિ ના પાવન માસ ચૈત્ર નો પ્રારંભ થયો છે એ સાથે જગતજનની માં જગદંબા ના ચૈત્રી નવરાત્રીનું આજે પ્રથમ નોરતું છે પરંતું સદીઓ બાદ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમય થી અત્ર-તત્ર-સર્વત્ર “કોરોના” ની મહામારી ભયંકર સ્વરૂપે વ્યાપ્ત હોય જેનાં કારણે જાહેર થંભી ગયા બરાબર થયું છે ત્યારે આજથી ચૈત્ર માસ સાથે ચૈત્રી નવરાત્રિ નો આરંભ થયો છે પરંતુ કોરોના ની મહામારીને કારણે જિલ્લામાં આવેલા નાનાં મોટાં દૈવી મંદિરો પ્રસિદ્ધ શક્તિપીઠોમાં દર્શન પૂજન પ્રવેશ શ્રધ્ધાળુઓ માઈ ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે.

જેને કારણે શ્રધ્ધાળુઓ ઘરેબેઠા જ મા આદ્યશક્તિની ભક્તિ કરી માં ના ગુણગાન ગાઈ વિશ્વમાં ભરમાં વ્યાપ્ત કોરોના રૂપી મહાદૈત્ય ની હણી લેવા અને સંસારના લોકો ને અભય કરવા પ્રાર્થનાઓ કરી હતી પ્રતિ વર્ષ હિંન્દુ ધર્મમાં ઉજવાતા અનેક ઉત્સવો તહેવારો અને ભક્તિ સાથે મોક્ષનો માર્ગ મોકળો કરવા આખા માસની ઉજવણી કરવામાં આવે છે જેમાં ચૈત્ર માસ એટલે ઈશ્વરીય ઉપાસનાનો માસ આ માસનાં પ્રારંભના નવ દિવસ ચૈત્રી નવરાત્રિ કે ગ્રીષ્મ નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે.

ભારત વર્ષમાં આવેલ પ્રસિદ્ધ પૌરાણિક દૈવી શક્તિપીઠો તથા પ્રત્યેક દૈવી મંદિરોમાં ભક્તો-શ્રધ્ધાળુઓ દ્વારા અનોખા આદર ભક્તિ સાથે ચૈત્રી નવરાત્રી તથા પવિત્ર ચૈત્ર માસની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી વિશ્વભરમાં કોરોનાની મહામારી એ હાહાકાર મચાવ્યો છે આ મહામારી એ શહેર જિલ્લામાં પણ છેલ્લા કેટલાક સમયથી અજગરી ભરડો કસ્યો છે અને આ ભરડામાં દરરોજ નિર્દોષ માનવીઓ ગંભીર સંક્રમણ નો ભોગ બની કાળના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે.

ત્યારે જિલ્લામાં આવેલ અને પ્રાચિન અર્વાચીન કાળથી વ્યાપ્ત એવી દૈવી શક્તિપીઠો તથા પુરાણ પ્રસિદ્ધ મંદિરો લોક આરોગ્ય ની તકેદારી ને ધ્યાને રાખીને દર્શન પૂજન અને મુલાકાત માટે સદંતર બંધ કરવામાં આવ્યાં છે.લોકો ની ભીડ એકઠી ન થાય અને સંક્રમણ વધુ ન પ્રસરે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત શ્રધ્ધાળુઓ, ભક્તો ઘરબેઠા જ માતાજી ની ઉપાસના અનુષ્ઠાન કરી શકે તથા શક્તિપીઠો ના ઘરબેઠા જ દર્શન કરી શકે તે માટે મંદિર-શક્તિપીઠ ના સંચાલકો,ટ્રસ્ટીઓ દ્વારા ઓનલાઈન દર્શન પૂજન,આરતી સહિતનો લ્હાવો લઈ શકે તેવી વ્યવસ્થા આજની અદ્યતન ટેકનોલોજીની મદદથી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here