યાર્ડમાં કપાસની મબલક આવક, 4000 મણ કરતા વધુ આવકથી યાર્ડ કપાસથી ઉભરાયું, 1500 થી 1750 રૂ.પ્રતિ મણના ભાવે કપાસનું વેચાણ, આગામી સમયમાં પણ ભાવો જળવાય રહે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી.

સલિમ બરફવાળા
ગત ચોમાસામાં રાજ્યમાં પડેલા સારા વરસાદ અને જેમાં ભાવનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં 100 % કરતા વધુ વરસાદ ને પગલે ખેતરોમાં ખૂબ સારા પાકનું ઉત્પાદન થયું હતું.જેમાં કપાસના મબલક પાકના ઉતારા બાદ યાર્ડમાં ખૂબ સારા ભાવો મળતા ખેડૂતો ખુશખુશાલ નજરે પડી રહયા છે.

ગત વર્ષોની સરખામણીમાં કપાસના સારા ભાવો મળતા ખેડૂતો આ ભાવ જળવાય રહે તેવી પણ આશા કરી રહ્યા છે. ચિત્રા માર્કેટિંગ યાર્ડ હાલ કપાસથી ઉભરાય રહ્યું છે એટલે કે હાલ યાર્ડમાં ખેડૂતો પોતાના કપાસના પાકના વેચાણ માટે પહોંચી રહ્યા છે. ગઈકાલે ભાવનગર યાર્ડમાં અંદાજીત 3000 મણ કરતા વધુ કપાસની આવક થવા પામી હતી જ્યારે આજે પણ 4000 મણ કરતા વધુ કપાસની ગાસડીઓ યાર્ડમાં વેચાણ માટે લઈ અને ખેડૂતો પહોંચ્યા હતા.

ખેડૂતોમાં કપાસના મળી રહેલા સારા ભાવો ને લઈ અનેરી ખુશી જોવા મળી રહી છે.આજે યાર્ડમાં કપાસ ની હરાજી માં રૂ.1500 થી 1750 પ્રતિ મણ ના ભાવો મલ્યા હતા.જેથી ખેડૂતો પણ સારા ભાવો મળતા આનંદ વ્યક્ત કરી રહ્યા છે તેમજ આ ભાવો જળવાય રહે તેવી આશા કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here