વરસાદના પગલે ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બોરીઓ પલળી, ખેડૂતોને મોટું નુકશાન

દેવરાજ બુધેલીયા
આજે ભાવનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા ગરમીથી ત્રસ્ત લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતું આ વરસાદના કારણે ભાવનગર માર્કેટ યાર્ડમાં હરાજી માટે ખેડૂતો ડુંગળીની બોરીઓ લઈને આવ્યા તે અને  વેપારીઓની ડુંગળીની બોરીઓ પલળી ગઇ હતી. હરાજી બાદ વરસાદ થતાં ખેડૂતો પાસેથી ખરીદ કરેલી ડુંગળી પલળી ગઈ હતી. આમ આજના વરસાદે ખેડૂતો અને વેપારીઓને નુકસાન પહોંચાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here