ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે હરદીપ રોયલા વિજેતા, બળદેવ સોલંકી જિલ્લા પંચાયતના સભ્ય પણ છે

સલીમ બરફવાળા
આગામી વિધાનસભાના પડઘમ વાગવાની તૈયારી છે ત્યારે ભાજપની સાથે કોંગ્રેસ પણ હવે કમર કસીને તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે ભાવનગર ગ્રામ્યની જવાબદારી યુવાન ના હાથમાં કોંગ્રેસ દ્વારા કમાન સોંપવામાં આવી છે જેને ગ્રામ્ય ના યુવાનોએ આવકારી છે. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે બળદેવ સોલંકી કે જેઓ જિલ્લા પંચાયત માં સદસ્ય છે જેમને કોંગ્રેસ દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

સાથે હરદીપ રોયલાને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા પ્રમુખ બનતા યુવાનોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે રાજ્યભરમાં યોજાયેલી યુવક કોંગ્રેસની ચૂંટણીનું પરીણામ ગઈકાલે જાહેર થયુ હતું. સાથે જિલ્લા પ્રમુખ સહિત લોકસભાનાં ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ અલગ અલગ વિધાનસભાનાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહીતના હોદ્દેદારોના નામ જાહેર થયા હતાં ત્યારે આવતા દિવસોમાં યુવાનો કોંગ્રેસનો હાથ પકડશે તે નક્કી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here