ભાવનગર કોંગ્રેસના થનગનતા યુવા નેતા પવન મજેઠીયાનો શહેર યુવા કોંગ્રેસની ઉપપ્રમુખની ચૂંટણીમાં વિજય

બ્રિજેશ ગોસ્વામી
આગામી વિધાનસભાની ચૂંટણીઓ ને લઈને કોંગ્રેસ દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરી દીધી છે. જેમાં જિલ્લા અને શહેરમાં નવી ટિમો ની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ભાવનગર શહેર માં યુવા મોરચા ના હોદ્દાઓ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસના યુવાકાળ થી કામગીરી કરતા અને ખૂબ દીર્ઘદ્રષ્ટી અને ઉત્સાહી યુવાન પવન મજેઠીયાનો ઉપપ્રમુખ ની ચૂંટણીમાં વિજય થયો હતો. અગાઉ પવન મજેઠીયા એન.એસ.યુ.આઈ માં રાષ્ટ્રીય કક્ષા સુધી વિશિષ્ટ જવાબદારી કુનેહપૂર્વક નિભાવી છે. ખૂબ મોટું યુવા વર્તુળ સાથે પ્રદેશમાં નેતાઓમાં પણ સારા સંબંધો ધરાવે છે ત્યારે શહેરની યુવા મોરચાની જવાબદારી તેમના શીરે આવી છે જેને લઈને યુવાનોમાં આનંદની લાગણી સાથે અભીનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here