અમારા એક કાર્યકર અથવા આગેવાનને પોલીસ ખોટી રીતે હેરાન કરશે તો 50 ગાડીઓ પોલીસ સ્ટેશન આગળ ખડકી દઈશું : જગદીશ ઠાકોર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રથમ વખત ભાવનગરમાં આવતા ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયુ, જગદીશ ઠાકોર કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળતાને લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા

મિલન કુવાડિયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર આજે પ્રથમવાર ભાવનગર શહેરની મુલાકાતે આવ્યા હતા. તેમનું કોંગ્રેસના આગેવાનો દ્વારા ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યુ હતું. સર્કિટ હાઉસ ખાતે બહેનો દ્વારા તેમનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. આ તકે જગદીશ ઠાકરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં સરકાર નિષ્ફળ ગઈ હતી. તેમજ કહ્યુ કે, અમે ઈંટનો જવાબ પથ્થરથી દહીશું.

જો અમારા એક કાર્યકર તથા આગેવાનને પોલીસ કે અધિકારીઓ ખોટી રીતે હેરાન કરશે તો પોલીસ સ્ટેશનની બહાર 50 ગાડીઓ ખડકી દઈશું. કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અધ્યક્ષ બન્યા બાદ આજે પ્રથમવાર ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો સાથે બેઠક કરી હતી. તેઓ પ્રથમવાર અધ્યક્ષ બન્યા બાદ ભાવનગર આવ્યા હોય તેને લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

જગદીશ ઠાકોરે કાર્યકર સાથે શુભેચ્છા મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરી હતી. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોંગ્રેસ વધુ મજુબત બનશે અને ભાજપ સામે એ બરાબરની ટક્કર લેશે. મારા આવ્યાં બાદ કોંગ્રેસ આક્રમક બને તે માટે પ્રયત્નો કરવામાં આવ્યાં છે. કોંગ્રેસમાં નવા લોકોને મોકો અપવામાં આવી રહ્યો છે. કોરોનાના બીજા તબક્કામાં સમયમાં સરકાર નિષ્ફળ ગઈ હતી. કોરોનાના મૃત્યુ આંકડા બાબતે જગદીશ ઠાકોરે સરકારને ઉઘડી લીધી હતી તેમણે જણાવ્યું હતું કે, ભાજપ માત્ર તાયફાઓમાં પૈસા ખર્ચીને પ્રજાના દુઃખના સમયમાં સાથે નથી રહેતી.

સાથે જ તેમણે કહ્યું હતું કે, સરકાર વાઇબ્રન્ટ પાછળ ખર્ચ કરે છે અને દર્દીઓની સંભાળ લેતી નથી.જગદીશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, એમને તો તાયફાઓ કરે છે, વાઇબ્રેટમાં 25,000 હજારની થાળી અપાઈ છે, વિદેશથી આવતા લોકોને આવવા-જવાના પ્લેનના ભાડા પણ આપવામાં આવે છે. 7 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં રોકાવા માટે, વિશ્વવિભૂતિ છે, એવો અભાવ ઊભો કરી 700 થી 800 કરોડ ખર્ચે છે. પણ ગુજરાતના કોવિડના દર્દીઓને બચાવવા માટે સરકાર પાસે સમય, આયોજન અને દાનત નથી. વધુમાં જણાવ્યું હતું કે, અમારા એક કાર્યકર તથા આગેવાનને પોલીસ કે અધિકારીઓ ખોટી રીતે હેરાન કરશે તો પોલીસ સ્ટેશનની બહાર 50 ગાડીઓ ખડકી દઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here