કોંગ્રેસ છોડી એનસીપી માં પ્રવેશ કરતા ભીખાભાઈ જાજડીયા, લાંબા સમયથી કોંગ્રેસમાં તેની અવગણના કરવામાં આવી રહી હતી

આજે તેઓ વિધિવત શંકરસિંહના હાથે એનસીપી નો ખેસ ધારણ કર્યો, ભાજપના કાર્યકરો પણ એનસીપી માં જોડાયા, આવનારી ચુંટણીઓમાં સ્વતંત્ર હાથે લડશે જંગ.  

શંખનાદ કાર્યાલય
ભાવનગર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને ભાવનગર કિસાન કોંગ્રેસના પૂર્વપ્રમુખ ભીખાભાઈ જાજડીયા આજે પોતાનો કોંગ્રેસ સાથેનો છેડો ફાડી વિધિવત રીતે એન.સી.પી માં જોડાય ગયા છે.એન.સી.પી ના ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના હસ્તે ખેસ પહેરી પોતાના કાર્યકરો સાથે તેઓ એનસીપી માં જોડાયા છે. એનસીપીમાં પ્રવેશ સાથે જ ભાવનગરમાં ત્રીજો પક્ષ મજબુત બનતા હવે સ્થાનિક સ્વરાજ્ય અને કોર્પોરેશન ની આવનારી ચુંટણીઓમાં ત્રિપાંખીયો જંગનું એલાન કર્યું હતું.

ભાવનગરના સીદસર ખાતે સરદારપટેલ માધ્યમિક શાળા ખાતે આજે એન.સી.પી ના ગુજરાત પ્રમુખ શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભાવનગર કોંગ્રેસના પીઢ નેતા અને માર્કેટિંગયાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડીયા આજે એન.સી.પી નો ખેસ ધારણ કરી વિધિવત એન.સી.પી માં જોડાય ગયા છે.કોંગ્રેસના આ નેતા ભૂતકાળમાં અનેક હોદ્દાઓ ધરાવતા હતા પરંતુ તેમને છેલ્લા ઘણા સમયથી સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા હોય એટલેકે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમની અવગણના કરવામાં આવી રહી હોય જેથી તેઓ આજે પોતાના ૧૦૦ જેટલા કાર્યકરો સાથે એન.સી.પી માં જોડાય ગયા છે.

એન.સી.પી માં જોડાણ બાદ શંકરસિંહ વાઘેલા એ કહ્યું જે આ ત્રીજો પક્ષ છે જે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્ય-કોર્પોરેશન અને ધારાસભા ની ચુંટણી એકલા હાથે લડશે અને સત્તારૂઢ સરકાર ને આવનારી ચુંટણીમાં પરાસ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે શંકરસિંહ વાઘેલા એ મોદી અને અમિતશાહ પર પર પ્રહાર કાર્ય હતા. જયારે ભાજપના ધારાસભ્યો ની નારાજગી અંગે પણ કોમેન્ટ કરી હતી જયારે એન.સી.પી મક્કમ ઈરાદા સાથે હવે મેદાનમાં આવી રહી હોવાનો રણકાર પણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here