શહેર અને જીલ્લાના કોંગ્રેસના કાર્યકરોએ યોજ્યા ધરણા, જેએનયુ યુનિવર્સીટી અને અમદાવાદમાં એન.એસ.યુ.આઈ કાર્યકરો પણ હુમલાની ઘટનાનો મામલો.

અમો ગાંધી વિચારો ધરાવીએ છીએ -પરંતુ હથિયારો ઉપાડતા અમોને આવડે છે, હથિયારો ઉપાડવા અમોને મજબુર ના કરો- શહેર કોંગ્રેસ પ્રમુખ.

દર્શન જોશી
દિલ્લી ખાતે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી માં બુકાનીધારી લોકોના હુમલાની ઘટના અને અમદાવાદમાં એબીવીપીના કાર્યકરોએ એન.એસ.યુ.આઈ ના કાર્યકરોને માર મારવાની ઘટનાને લઇ આજે કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર અને જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે જીલ્લા કલેકટર કચેરીની બહાર ધરણા યોજી હથિયારો ઉપાડવા મજબુર ના કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી. દિલ્લી જેએનયુ યુનિવર્સીટીમાં બુકાનીધારી નો વિદ્યાર્થીઓ પર હિચકારો હુમલાઓ અને અમદાવાદમાં એબીવીપી ના કાર્યકરો દ્વારા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ નીખીલ સવાણી અને અન્ય કાર્યકરોને લાકડી-પાઈપ વડે માર મારી ઈજા પહોચાડવાની ઘટનાને લઇ.

કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ભાવનગર જીલ્લા કલેકટર કચેરી બહાર આજે સાંજે ૪ કલાકે ભાવનગર શહેર અને જીલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી આ હુમલાની ઘટનાને વખોડી કહ્યું હતું કે અમો ગાંધી ના વિચારો પર ચાલનારા છીએ, અમોને પણ હથિયારો ઉપાડતા આવડે છે જેથી અમોને હથિયારો ઉપાડવા મજબુર ના કરો તેવી ચીમકી ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે ઉચ્ચારી હતી. ભાવનગર ખાતે શહેર અને જીલ્લાના કોંગ્રેસ કાર્યકરો દ્વારા શાંતિપૂર્ણ રીતે ધરણા યોજી આ બંને હુમલાની ઘટનાને વખોડી હતી પરંતુ હથિયારો અમોને પણ ઉપાડતા આવે છે તેવા શહેર કોંગ્રેસ પ્રમુખના નિવેદન થી સ્થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here