ગત તા. ૨ ના રોજ કોરોના પોઝીટીવ આવતા થયો હતો દાખલ, કોરોના સામેની જંગમાં વિજયથી ડોકટરો અને સ્ટાફ ઝૂમી ઉઠ્યા

દેવરાજ બુધેલીયા
કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સૌરાષ્ટ્ર માં પ્રથમ અને ગુજરાતમાં ચોથા સ્થાને પહોચનાર ભાવનગરમાં આજે કોરોના ને લઇ સારા સમાચાર પ્રાપ્ત થાય છે. જેમાં ગત તા. ૨ એપ્રિલના રોજ તૌફીક હારૂનભાઈ શેખ નામના યુવાનને કોરોના પોઝીટીવ આવતા તેને આઈસોલેશન વોર્ડ માં દાખલ કરાયો હતો.જ્યાં તેની ૭ દિવસ ની સારવાર બાદ તેના ફરી કરવામાં આવેલા બંને રીપોર્ટ નેગેટીવ આવતા અને કોરોના મુક્ત બની જતા તેને ઘરે મોકલવામાં આવ્યો હતો. કોઈ જંગ માંથી વિજય મેળવ્યો હોય.

તેવો આભાસ આજે કોરોના ના દર્દી અને ડોકટરો તથા સ્ટાફે ફરી મહેસુસ કર્યો હતો.ભાવનગર ની સર.ટી.હોસ્પિટલ ગત તા. ૨ એપ્રિલ ના રોજ તૌફીક હારૂનભાઈ શેખ નામના યુવાનને કોરોના પોઝીટીવ આવતા તેને ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં કોવીડ-૧૯ સેન્ટર (ટ્રોમા સેન્ટર) ના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભાવનગરના પ્રથમ કોરોના પોઝીટીવ કેસ એવા કરીમભાઈ શેખ “ઇન્ડિયા હાઉસ”વાળાની સાથે જ રહેતા તૌફીકે કોરોના સામેની તેની જંગમાં ૭ દિવસમાં જીત મેળવી હતી.

આજે તેના કોરોના ના બંને રીપોર્ટ નેગેટીવ આવતા તે કોરોના મુક્ત બની ગયો હતો. કોરોના સામેની જંગમાં જીતની ખુશી તૌફીક ના મુખ પર જોવા મળતી હતી તો સાથે તેની સારવાર કરનાર ડોકટરો અને સ્ટાફ પણ એટલો જ ખુશ જોવા મળ્યો હતો. ત્રણ દિવસમાં બે વ્યક્તિ કોરોના માંથી સાજા થઇ ઘરે પહોચ્યા છે જેનો ગૌરવ ભાવનગર સર.ટી.હોસ્પિટલ ના ડોકટરો લઇ રહ્યા છે. જેનો આજના આ કપરા સમયમાં આભાર વ્યક્ત કરવો જ રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here