વહીવટીતંત્ર કોરોના સામે ફરી સજ્જ બન્યું, દવાઓ,સાધનો અને મેનપાવર પુરતો ઉપલબ્ધ, હાલ અહી કરફ્યું નહિ લાગે.

જરૂર પડે પોલીસફોર્સનો ઉપયોગ કરવામાં આવશે, માસ્ક ડ્રાઈવ યોજી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી.


મિલન કુવાડિયા
રાજ્યના અન્ય શહેરોની માફક ભાવનગરમાં પણ વહીવટીતંત્ર કોરોનાના સંક્રમણને નાથવા એલર્ટ થયું છે. હાલ તમામ ચેકપોસ્ટ પર અને જનસેવા કેન્દ્રો પર રેપીડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે જયારે હોસ્પિટલોમાં પણ તમામ દવાઓ, સાધનો અને મેનપાવર ઉપલબ્ધ છે ત્યારે લોકોને આગામી દિવસોમાં વધુ સતર્ક રહેવા તેમજ કોરોનાના નિયમોનું કડકાઈ થી પાલન કરાવવા તંત્ર સજ્જ બન્યું છે. અન્ય શહેરોની માફક હાલ કોરોના સંક્રમણ ભાવનગર શહેર અને જીલ્લામાં કાબુમાં છે, હાલ માત્ર ૪૪ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે.

ત્યારે દિવાળીના તહેવારો અને રજાઓમાં લોકોની ભીડ અને એકબીજાના ઘરે અવરજવરના કારણે ફરી કોરોનાના કેસો વધી શકે તેવી શક્યતાના પગલે ભાવનગર વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.જેમાં હાલ શહેરના પ્રવેશદ્વારો પર રેપીડહટ ઉભી કરી દેવામાં આવી છે તેમજ તમામ જનસેવા કેન્દ્રો પર અરજદારો માટે રેપીડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે જેથી જીલ્લાના અન્ય વિસ્તારોમાંથી આવતા લોકો નો ટેસ્ટ કરી જે તે વિસ્તારમાં કોરોના ના કેસો જણાય.

તો ત્યાં તાકીદે તંત્ર દ્વારા જરૂરી આરોગ્ય સેવા પહોચતી કરી તેમજ લોકોને સારવાર આપી શકાય.જયારે શહેરના દરેક વોર્ડમાં તાકીદે નોડેલ ઓફિસરની નિમણુક કરી તમામ હેલ્થ સેન્ટર પર દેખરેખ રાખવામાં આવશે. જયારે તંત્ર દ્વારા માસ્ક ડ્રાઈવ યોજી અને લોકોને કોરોનાના નિયમોનું કડકાઈ થી પાલન કરાવવામાં આવશે અને માસ્ક વગરના લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.હાલ ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં માત્ર ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે જયારે કુલ ૮૩૨ બેડ ની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

જયારે હોસ્પિટલોમાં પણ તમામ દવાઓ, સાધનો અને મેનપાવર ઉપલબ્ધ છે ત્યારે લોકોને આગામી દિવસોમાં વધુ સતર્ક રહેવા તેમજ કોરોનાના નિયમોનું કડકાઈ થી પાલન કરાવવા તંત્ર સજ્જ બન્યું છે. તેમજ અમદાવાદ જેવી સ્થિતિ હાલ ભાવનગરમાં ન હોય હાલ કર્ફ્યું નહિ લગાવવામાં આવે પરંતુ જો પરિસ્થિતિ બેકાબુ બનશે પોલીસફોર્સ નો ઉપયોગ કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું આજે રાત્રીથી અમદાવાદ તરફ જતી તમામ એસટી બસ સેવા બંધ કરવામાં આવશે જયારે લોકોને કોરોના સામે વધુ સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here