ભાવનગરમાં કોરોનાનું તાંડવ સર્જાયું છે યુનિવર્સિટી પરીક્ષા મોકુફ રાખો : મહેબૂબ બ્લોચ

મિલન કુવાડિયા
ભાવનગરમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે યુનિવર્સિટી પરીક્ષા મોકુફ કરવાની માંગ મેહુબુબ બ્લોચે કરી છે અગાઉ તા.૨૫/૭/૨૦૨૦ નાં રોજ લેવાનારી પરીક્ષા આપ દ્રારા મોકુફ રાખેલ અને તા.૭/૭/૨૦૨૦ ની નવી તારીખ આપેલ પરંતુ ભાવનગર શહેર જીલ્લા માં છેલ્લા આઠ દિવસોમાં ૧૨૦ થી વધુ કેસ કોરોના નાં આવેલ હોય આવા સંજોગોમાં તા.૭/૭/૨૦૨૦ નાં રોજ પરીક્ષા યોજવી ભાવનગર શહેરના વિધાથીઁ ના હીત માં નથી અને આજ થી લગભગ ૧૦ દિવસ બાકી હોય અને વિધાથીઁ તથા વાલી સતત પુછપરછ કરે છે.તો આ પરીક્ષા મોકુફ રાખવા યોગ્ય કરવા અમારી લાગણી છે તેવું બ્લોચે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here