આજ હાલત રહી તો ઘરે-ઘરે કોરોનાના દરદીઓ હશે : દિવસે દિવસે સ્થિતિ વિકટ બનતી જાય છે : કોરોના માહોલ ચિંતાજનક છે

મિલન કુવાડિયા
સિહોર સહિત ભાવનગર જિલ્લાનો એક તાલુકો નથી કે જ્યાં કોરોના પોઝિટિવને એક કેસ નોંધાયો નથી. અનલોક બાદ કોવિડ-૧૯ની જાણે બ્રેક ફેઈલ થઈ ગઈ હોય તેમ આજે આંકડો ૧૦૦૦ ને પાર થયો છે આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવવાનું મુખ્ય કારણ લોકોમાં કોરોનાનો ભય જ નથી રહ્યો તે છે, જો આવી જ સ્થિતિ રહી તો ઘરે-ઘરે કોરોનાના દરદીનો ઉભરો આવશે તે નિશ્ચિત છે. ત્યારે કોવિડ-૧૯ની થઈ ગયેલી બ્રેક ફેઈલ હવે કંટ્રોલમાં આવવી મુશ્કેલ જણાઈ છે.

એક બાબત અહીં નક્કી છે કે અનલોક તબક્કો શરૂ થતાં પોલીસ અને સરકારી તંત્રએ નિયમોમાં ઢીલાશ મુકતા તેનો ગેરલાભ પબ્લિકે ઉઠાવ્યો અને બિનજરૂરી પણ બજારો, રસ્તાઓ પર ટોળે ટોળાના દ્રશ્યો કાયમી બની ગયા છે. સ્થિતિ એટલી હદ સુધી પહોંચી છે કે, રાત્રિના ૧૦ કલાક બાદ કરફ્યુ હોવા છતાં અડધી રાત્રે પણ રખડપટ્ટી કરતા લોકો બિંદાસ્ત થઈ રસ્તાઓ પર નીકળતા જોવા મળી રહ્યા છે.

અનલોકમાં જાણે કોરોનાનો કહેર ગાયબ થઈ ગયો હોય તેમ લોકોની માનસિકતા પણ કોરોનાનો રાફડો ફાટવાનું મુખ્ય કારણ બન્યું છે. મોટાભાગના લોકો માસ્ક પણ માત્ર ૨૦૦ રૂપિયાના દંડથી બચવા બાંધે છે નહીં કે, આ મહામારીને ઘરને પ્રવેશતી અટકાવવા! એક સમય એવો હતો કે, એક કેસ આવે તો પણ હાહાકાર મચતો હતો અને આજે આંકડો રોજજે ૪૦ એવરેજ થઈ ચૂકી છે અને આજના દિવસે ૧૦૦૦ આંકડો પોહચ્યો છે ત્યારે કોઈ દરકાર લેતું નથી તે નરી વાસ્તવિકતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here