જિલ્લામાં કોરોના બ્લાસ્ટ, એકજ દિવસમાં ૭૧ કેસો નોંધાયા, કોરોના નો આંક ૫૦૦ ને પર.

કુલ પોઝીટીવ આંક ૫૧૯ થયો, આજે કોરોના થી બે ના મોત થતા આંક ૧૫ પર પહોચ્યો.

દેવરાજ બુધેલીયા
ભાવનગરમાં આજે અત્યારસુધીનો સૌથી મોટો કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં એક જ દિવસમાં ૭૧ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આજે સવારે ભાવનગર શહેરમાંથી ૨૬ કોરોના પોઝીટીવ કેસો બાદ વધુ ૩૩ અને ગ્રામ્ય માંથી ૧૨ મળી કુલ ૭૧ કેસો નોંધાતા શહેર અને જીલ્લામાં હાહાકાર મચી ગયો છે. જયારે આજે કોરોના ના કારણે બે લોકોના મોત પણ નીપજતા મૃત્યુઆંક પણ વધી ને ૧૫ પર પહોચ્યો છે. ભાવનગરમાં આજે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક જ દિવસમાં ૭૧ પોઝીટીવ કેસો નોંધાતા પોઝીટીવ આંક ૫૧૯ પર પહોચ્યો છે. આજે ભાવનગર શહેરના આનંદનગર, કાળીયાબીડ, સંત કવરરામ ચોક, વિજયરાજનગર, વિદ્યાનગર સહિતના વિવિધ વિસ્તારોમાં કોરોના ના કેસો નોંધાયા હતા.

જેના પગલે તંત્ર પણ દોડતું થયું હતું અને અનેક વિસ્તારોમાં પતરા લગાવી વિસ્તારોને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. આજે જે ૭૧ કેસો આવ્યા છે તેમાંથી ૫૯ ભાવનગર શહેર અને ૧૨ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવ્યા છે. જયારે કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી ૪ દર્દીઓના મોત નીપજ્યા છે જેમાં બે કોરોના થી જયારે અન્ય બે કોરોના અને અન્ય બીમારીઓ ના કારણે મોત નીપજતા મૃત્યુઆંક પણ ૧૫ પર પહોચ્યો છે. સતત વધતા જતા કેસોથી તંત્રમાં દોડધામ મચી છે ત્યારે લોકો ખાસ માસ્ક પહેરે ,સોશિયલ અંતર જાળવે તેમજ સુરત,અમદાવાદ,મુંબઈ જેવા શહેરોમાંથી ભાવનગર આવતા લોકો સેલ્ફ કોરેન્ટાઈન થાય અને પોતાની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ના છુપાવે અને તંત્રને સહયોગ આપે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here