ગઈકાલે ફૂલાસરમાં ખેલાયો હતો ખૂની ખેલ, માનેલી બહેનના અન્ય યુવક સાથેના પ્રેમસંબંધમાં હત્યા, મયુર મકવાણા નામના યુવકની છરીના ઘા ઝીંકી થઈ હતી હત્યા
મયુરના ભાઈ ઉમેશને પણ ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, પોલીસે હત્યા કરનાર વિશાલ સોલંકી સહીત ૪ ને કર્યા રાઉન્ડઅપ
મિલન કુવાડિયા
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં ગઈકાલે એક યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. મયુર મકવાણા નામનો યુવક કે જેમણે તેના મિત્રની બહેનને પોતાની બહેન માની હોય અને આ યુવતીને પોલીસના જણાવ્યા મુજબ વિશાલ સોલંકી સાથે પ્રેમસંબંધ હોય જે અંગે ભૂતકાળમાં પણ મયુર અને વિશાલ વચ્ચે બોલાચાલી થઇ હતી અને ગઈકાલે આ બાબતે મયુર અને તેનો ભાઈ ઉમેશ મકવાણા વિશાલ સોલંકીને ઠપકો આપતા વિશાલ અને તેની સાથે રહેલા અન્ય ૩ લોકોએ ઉશ્કેરાય જઈ મયુર અને ઉમેશને છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.
જેમાં મયુરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે ઉમેશને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને લાશને પીએમ માટે ખસેડી મૃતકના પરિજનોની ફરિયાદના આધારે વિશાલ સોલંકી, જગો સોલંકી, ગફુર ચુડાસમા અને અન્ય એક મળી ચાર લોકોને પોલીસે રાઉન્ડઅપ કરી આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.