ગોલ્ડ સોડા મશીન, આલીયા સ્ક્રેપ, મરીન લાઇનના નામે બોગસ પેઢી ચાલતી હતી, હિસાબી ચોપડાને આધારે 17 પેઢી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું

દર્શન જોશી
સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ ટીમે લોખંડ સ્ક્રેપનો વ્યવસાય કરતા રાજ્યના 30 વેપારીઓ પર દરોડા પાડ્યા છે. જેમાં ભાવનગરના 10, રાજકોટના 12, સુરતના 7 અને અમદાવાદના 1 સ્થળનો સમાવેશ થાય છે. આ વેપારીઓને ત્યાંથી મળેલા હિસાબી ચોપડાને આધારે 17 જેટલી પેઢી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ટીમને રૂ.285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા હતા અને 53 કરોડની આઈટીસી ખોટી રીતે પસાર કર્યાનું પકડાયું હતું.સ્ટેટ જીએસટીની ટીમે જીવરાજ પાર્ક ખાતે પાડેલા દરોડા પછી મોટી માત્રામાં બોગસ બિલિંગના વ્યવહારોનો ડેટા મળ્યો હતો.

જેના આધારે તપાસ કરતાં લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા 30 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગોલ્ડ સોડા મશીન, આલીયા સ્ક્રેપ, મરીન લાઈનના નામે બોગસ પેઢી ચાલતી હતી.આ તપાસમાં માસ્ટર માઇન્ડ ઓપરેટર દ્વારા જરૂરિયાતમંદ અથવા આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય પ્રલોભન આપીને તેમના દસ્તાવેજોના આધારે બોગસ પેઢી બનાવી જીએસટી નંબર લેવામાં આવતો હતો. જેમાં ભાવનગરના 10, રાજકોટના 12, સુરતના 7 અને અમદાવાદના 1 સ્થળનો સમાવેશ થાય છે. જીએસટીના અધિકારીઓએ 6 સ્થળોએથી હિસાબી ચોપડાની તપાસ માટે જપ્ત કર્યા છે. અત્યાર સુધીની તપાસમાં રૂ.285 કરોડનું બોગસ બિલિંગ પકડાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here