આજથી હેલમેટનો દંડ: પ્રજાને લૂંટી જ લેવી છે


મિલન કુવાડિયા
વાહન ચાલકોમાં ભૂતકાળમાં અત્યતં રોષ ફેલાવનારી બની રહેલી હેલમેટ ઝૂંબેશને થોડા સમય માટે પડતી મુકયા બાદ હવે ફરી આજથી હેલમેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂા.૫૦૦નો દડં વસૂલવાની કામગીરીનો પ્રારભં થયો છે. મહાનગરો અને નાના મોટા શહેરોમાં આજથી આ ઝુંબેશ શરૂ થતાં જ લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. લોકડાઉન, કોરોના જેવા કારણે ધંધા–ઉધોગમાં મોટો ફટકો પડયો છે અને હજારો લોકોએ રોજગારી ગુમાવી છે ત્યારે તેને મલમ પટ્ટા કરીને રાહત આપવાના બદલે જાણે ઘા પર મીઠુ ભભરાવવામાં આવતું હોય તેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. જાહેરમાં થુંકનાર વ્યકિત પાસેથી અથવા તો માસ્ક ન પહેર્યેા હોય તેવા લોકો પાસેથી આકરો દડં વસૂલવામાં આવે તે સમજી શકાય તેવી વાત છે.

પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં લોકોની કમાણી ઓછી થઇ ગઇ છે અથવા તો બધં થઇ ગઇ છે તેવા સમયે સરકારની તિજોરી ભરવા માટે પ્રજાજનોને હેલમેટના નામે લૂંટવાની અને ચુસવાની સરકારની નીતિ ભારે ટીકાપાત્ર બની છે. કોરોનાના કારણે સરકારની ટેકસ સહિતની આવકમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે ત્યારે કરકસરયુકત વહીવટ કરવાના અને ખોટા ખર્ચાઓ બધં કરવાના બદલે પ્રજાને ચુસીને તિજોરી ભરી તાયફાઓ કરવા માટે હેલમેટની કડક અમલવારી શરૂ કરવામાં આવી હોવાનું ઉઘાડેછોગ બોલાઇ રહ્યું છે.

બોક્સ..

સરકારને માસ્કના દંડની આવક ઓછી થતાં હેલમેટનું હથિયાર ઉગામાયું

સરકારનો આ નિર્ણય સોશિયલ મીડિયામાં ભારે ટીકાને પાત્ર બન્યો છે. લોકો શું માને છે તેનો સાચો અરીસો હાલના યુગમાં સોશિયલ મીડિયા છે અને તેમાં થઇ રહેલી કોમેન્ટ મુજબ માસ્કના દંડના નામે કરોડો રૂપિયાની આવક સરકારે કરી છે. હવે લોકો જાગૃત થઇ ગયા છે અને મોટાભાગના લોકો માસ્ક પહેરતા હોવાથી દડં પેટે સરકારને મળતી આવક ઘટી ગઇ છે અને તેથી સરકારે પ્રજાનો ટકો તોડવા હેલમેટનું હથિયાર ઉગામ્યું છે
હેલમેટની નીચે માસ્ક પહેરવું કે નહીં? સોશિયલ મીડિયામાં સવાલો

જો કોઇ વ્યકિત માસ્ક ન પહેરે તો રૂા.૧૦૦૦નો દડં વસૂલવામાં આવે છે અને હેલમેટ નહીં પહેયુ હોય તો રૂા.૫૦૦ દડં કરવામાં આવે છે. નવી બદલાયેલી પરિસ્થિતિમાં હેલમેટની નીચે માસ્ક પહેરવું પડશે કે નહીં તેવા સવાલો સોશિયલ મીડિયામાં ઉઠાવાઇ રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here