ભાવનગર શહેરના બે સ્થળો પર ફૂડ સેફ્ટી વિભાગે ચેકીંગ હાથ ધરી 24 લાખના દંડની વસૂલાત કરી

ગુલાબ જાંબુના નમૂના મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થતા કાર્યવાહી કરવામા આવી

દેવરાજ બુધેલિયા
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા CREAVE બ્રાન્ડના ગુલાબ જાંબુના નમૂના મિસબ્રાન્ડેડ જાહેર થતા 24 લાખના દંડની વસૂલાત કરવામા આવી છે.ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારનાં ફુડ સેફટી ઓફિસરો દ્વારા સંયુક્ત તથા સ્વતંત્ર રીતે ખાદ્ય ચીજવસ્તુના ઉત્પાદન વેચાણ સંગ્રહ કરનાર વેપારી પેઢીના એકમો પર દરોડા પાડવામા આવ્યા હતા. દરોડા દરમિયાન તેમની પાસેથી તપાસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006ના નીતિ નિયમો અન્વયેની શંકાનાં આધારે ખાદ્ય ચીજવસ્તુઓનાં નમૂનાઓ પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળા ખાતે મોકલવામા આવ્યા હતા.

સદર નમુનાઓ મીસ બ્રાન્ડેડ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા સંબંધિત ફુડ સેફટી ઓફિસર દ્વારા અત્રેની એજ્યુડીકેટોલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ. જે કેસોની ધારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વેપારી પેઢીનાં એકમોને દંડની સજા કરવામાં આવેલ છે જેમાં 1) રિલાયન્સ માર્કેટ, હિમાલિયા મોલ, 2અ) Creve Eatables પ્રા.લિ. વિઠ્ઠલવાડી, 2બ) Creve Eatables પ્રા.લિ. કાળાનાળા અને 2ક) Creve Eatables પ્રા.લિ. મુંબઇનાં Creve Eatables શાહી ગુલાબ જાંબુ 1 KG પેકનો સદર નમૂનો મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે. જેથી રિલાયન્સ માર્કેટ, હિમાલિયા મોલને રૂ.3,૦૦,૦૦૦ અને Creve Eatables પ્રા.લિ.ને રૂ.21,૦૦,૦૦૦ મળી કુલ રૂ.24,૦૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here