કોરોના વોરિયર્સમાં હિંમત સાથે કામગીરી કરતા ૧૦૮,૧૮૧,ખિલખિલાટ સહિતના કર્મચારીઓને આપ્યો બુસ્ટર ડોઝ

દર્શન જોષી
કોરોના લહેર ફરી માથું ઉચકી રહ્યું છે. ત્યારે જિલ્લા પણ કોરોના પોઝિટિવ નો આંક સદી પાર કરી ચુક્યો છે. ત્યારે કોરોનાની મહામારી માં આવેલ બંને લહેરની મુસીબતના સમયમાં જીવીકે ઇ.એમ.આર.આઈ ભાવનગર જિલ્લા ના પ્રોજેક્ટ મેનેજર ચેતન ગધે અને તેમની સંપૂર્ણ ટિમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી દાખવી હતી. ત્યારે ફરી કોરોના આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વધુ સુરક્ષા પુરી પાડવા બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે.

જેમાં ફ્રન્ટ લાઈનર વર્ક્સને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર નર્સિંગ કોલેજ ખાતે જિલ્લાના જીવીકે ઇ.એમ.આર.આઈ ના ૧૦૮,૧૮૧,ખિલખિલાટ જેવા પ્રોજેક્ટ ના તમામ કર્મચારીઓ ને આજે બુસ્ટર ડોઝનું રસીકરણ આપવામાં આવ્યું હતું. આ રસીકરણ કેમ્પમાં પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ કોર્ડનેટર સહિતના કર્મચારીઓ બુસ્ટર ડોઝથી સુરક્ષિત બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here