અર્થતંત્રને નુકશાન પોહચાડવાનું કાવતરું બેનકાબ, ૬૩,૩૦૦નાં મુદ્દામાલ સાથે સલમાન મેમણની ધરપકડ, સમગ્ર મામલે તપાસનો ધમધમાટ

મિલન કુવાડિયા
ભ્રષ્ટાચાર, આતંકવાદ અને નકલી નોટ ડામવા માટે કરાયેલા નોટબંધીના નિર્ણયને કમ સે કમ ગુજરાતમાં કોઈ જ સફળતા મળી નથી. નોટબંધીના નિર્ણય પછી છેલ્લા પણ લાખ્ખો કરોડો રૂપિયાની નકલી અને બનાવટી ઝડપાઇ છે ત્યારે દેશના અર્થતંત્રને નુકશાન પહોંચડવાનું કાવતરૂ ગઈકાલે રાત્રે ભાવનગરમાં બેનકાબ થયું છે ભાવનગરમાં અગાઉ પણ અનેક વખતો નકલી અને ડુબ્લિકેટ નોટો ઝડપાઇ છે.

ત્યારે ભાવનગર આર આર સેલ પોલીસે સલમાન મેમણ નામના શખ્સ પાસેથી રૂ.૬૩,૩૦૦ની જૂદા જૂદા દરની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી વધુ એક પર્દાફાશ કર્યો છે ભાવનગરના હલુરિયા ચોકમાં વટાવવા જતાજ પોલીસ પોહચી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે આ બનાવની વિગત એવી છે કે ભાવનગર આર.આર.સેલના સ્‍ટાફને મળેલી બાતમીના આધારે આરોપી સલમાન સલીમભાઇ પીરાણી રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાના ભાવનગર વાળો હલુરીયા ચોક ખાતે ડુપ્‍લીકેટ નોટો વટાવવા આવેલ છે.

જે બાતમી આધારે આરોપી સલમાનભાઇ સલીમભાઇ પીરાણી/મેમણ ઉ.વ.૨૮, ધંધો-કમ્‍પાઉન્‍ડર રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાનામાં ભાવનગર વાળાને ઝડપી પાડેલ આરોપી પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટો રૂપિયા ૬૩,૩૦૦/- ની ઝડપી પાડેલ જેમા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૭૩ તથા રૂપિયા ૨૦૦ ના દરની નોટ નંગ-૧૩૪ છે. તેમજ આરોપી પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા સહિત ૫૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેના વિરૂધ્‍ધમાં પોલીસે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્‍ટેશનમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here