વાવાઝોડા-વરસાદના પગલે પાકને નુકશાન થવાની ભીતિ, ખેડૂતોને પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા ખેતીવાડી વિભાગની સુચના 

હરેશ પવાર
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૧૬ મે ૨૦૨૧ સુધીમાં સંભવિત વાવાઝોડાંના કારણે મહદઅંશે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિમાં મોટા ભાગે ખેડૂતો પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલાં લેતાં જ હોય છે તેમ છતાં, તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું.તેમજ હાલ ઉભા પાકમાં શક્ય હોય તો હાલ પૂરતી કાપણીની કામગીરી મુલતવી રાખવી, વધુ પવનથી નુકશાન ન થાય.

તે માટે બાગાયતી પાકોમાં ફળોને સમયસર વીણીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી, ખાસ કરીને વાવાઝોડાના સમય દરમિયાન પાલતું પશુઓને ખુલ્લામાં વીજળીના થાભલા કે ઝાડની નીચે ન રાખતા સલામત સ્થળે રાખવાં. આ અંગેની વધુ માહિતી  આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ  અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.), નાયબ ખેતી નિયામક(તાલીમ) પાસેથી મળી શકશે.

જિલ્લા કંન્ટ્રોલ નંબર ૧૦૭૭ નો સંપર્ક કરવાથી મળી શકશે તેમ જિલ્લા પંચાયત કચેરી, ખેતીવાડી શાખા, ભાવનગરે જણાવેલ છે.ઉલ્લેખનીય છે.સંભવિત વાવાઝોડા-વરસાદના પગલે ભાવનગર જિલ્લાના ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ રહેલી છે તેથી ખેડૂતોને સાવચેત રહેવુ જરૂરી છે. પાકને નુકશાન ના થાય તે માટે અગમચેતીના પગલા લેવા જરૂરી છે. ગરમી અને બફારાથી મુશ્કેલી વધી, મોડી સાંજે ગરમીમાં રાહત આગાહીની અસર :

૩૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડીરમીનો પારો ૩૯ ડિગ્રીને પાર, ભેજનું પ્રમાણ ૫૧ ટકા પહોંચ્યું ભાવનગર જિલ્લામાં રવિવારે વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. જેની અસર અત્યારથી જ વર્તાવા માંડી હોય, તેમ શહેરમાં ૩૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. ભેજવાળા પવનને કારણે ગરમીની સાથે બફારાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here