કોરોનામુક્ત થનારા દર્દીઓની સંખ્યા ૯૪ પર પહોંચી, જિલ્લામા નોંધાયેલા ૧૧૫ કેસોની સામે હાલ માત્ર ૧૩ દર્દીઓ સારવાર હેઠળ

હરેશ પવાર
જેસર ગામના ૪ દર્દીઓ કોરોનામુક્ત થયા છે જેઓના સારવારમાં અંતે રજા આપવામાં આવી છે ગત તા.૧૨ મે ના રોજ જેસર ખાતે રહેતા ૩૨ વર્ષીય જગદિશભાઈ ઘનશ્યામભાઈ નકુમ, તા.૧૫ મે ના રોજ જેસર ખાતે રહેતા ૫૮ વર્ષીય ઘનશ્યામભાઈ નાગભાઈ નકુમ, તા.૧૫ મે ના રોજ જેસર ખાતે રહેતા ૫૫ વર્ષીય ધમુબેન ઘનશ્યામભાઈ નકુમ અને તા.૧૩ મે ના રોજ જેસર ખાતે રહેતા ૨૦ વર્ષીય રૂપલબેન લાલજીભાઈ નકુમનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે હોસ્પિટલમાથી રજા મેળવનાર દર્દીને છેલ્લા ૩ દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા ૧૦ કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા.

સરકાર દ્વારા આ દર્દીને વિનામુલ્યે એક N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી. આ દર્દીએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૧૧૫ કેસ પૈકી હાલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૯૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here