કોરોનાથી બ્રેક લાગેલી મંડળની ચાર ટ્રેનને ચલાવવાનો નિર્ણય, 1 લી જુલાઈથી મહુવા-બાંદ્રા ટ્રેન ફરી પાટે દોડશે

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાને કારણે રેલવેએ લાંબા અંતરની અને લોકલ ટ્રેનોને બ્રેક મારી દીધી હતી. આ ટ્રેનો હવે ફરી દોડતી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે મહિનાના અંતથી ભાવનગર મંડળની લાંબા અંતરની સાપ્તાહિક અને દ્વિ-સાપ્તાહિક મળી વધુ ચાર ટ્રેનને પાટે દોડાવા લીલીઝંડી મળી ગઈ છે.રેલવે તંત્ર દ્વારા યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી ચાર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ૨૯મી જૂનથી ભાવનગર-કોચુવેલી વિકલી, કોચુવેલી-ભાવનગર સાપ્તાહિક વિશેષ ટ્રેન ૧લી જુલાઈથી ચાલશે. આ ઉપરાંત ૧લી જુલાઈથી મહુવા-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ, ૩૦મી જૂનથી બાંદ્રા-મહુવા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન આગળની સૂચના સુધી ચાલશે.

જ્યારે મંડળની પોરબંદર-કોચુવેલી, કોચુવેલી-પોરબંદર સાપ્તાહિક વિશેષ ટ્રેન અનુક્રમે ૧લી જુલાઈ અને ૪થી જુલાઈથી દોડાશે. તેમજ ૨૯મી જૂનથી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન મંગળવાર, શનિવારે અને ૧લી જુલાઈથી દિલ્હી સરાઈ રોહિલા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ સોમવાર અને ગુરૂવાર દોડાવામાં આવશે. કોચુવેલી-પોરબંદર ટ્રેનમાં ક્રમશઃ તા.૧-૭ અને તા.૪-૭થી એક સ્લીપર કોચ ઘટાડી મુસાફરીમાં કેટરિંગની સુવિધા મળે તે માટે એક પેન્ટ્રીકારની સુવિધા અપાશે તેમ રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here