ટેકાના ભાવ કરતા માર્કેટીંગ યાર્ડમાં મગફળીના ભાવ વધુ, યાર્ડમાં સારી મગફળીના વધુ ભાવ આવતા ખેડૂતોને ફાયદો


બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર જિલ્લા સહિત રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ છે અને તેના માટે અગાઉ ખેડૂતોનુ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ હતું. હાલ સરકારી તંત્ર દ્વારા જિલ્લામાં ખેડૂતોને મેસેજ કરવામાં આવી રહ્યા છે પરંતુ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવ કરતા મગફળીના વધુ ભાવ હોવાથી ખેડૂતો વેપારીઓને મગફળી વેચવાનુ પસંદ કરી રહ્યા છે. હાલ સારી મગફળીની બોલબાલા છે તેથી સારી મગફળીના ભાવ સારા મળી રહ્યા છે પરંતુ નબળી મગફળીના ભાવ હજુ ઓછા હોવાનુ જણાય રહ્યુ છે. યાર્ડમાં મગફળીના વધુ ભાવ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે આપતા ન હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના ભાવ ઘટશે તો ટેકાના ભાવમાં વેચવા ખેડૂતો આવશે તેમ જણાય રહ્યુ છે.

ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત હતુ અને હાલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેવા ખેડૂતોને સરકારી તંત્ર દ્વારા મેસેજ કરી બોલાવવામાં આવી રહ્યા છે સરકારી નિયમ મુજબ ટેકાના ભાવે મગફળી રૂ. ૧૦પપમાં ખરીદવામાં આવી રહી છે અને સારી મગફળી જ લેવામાં આવી રહી છે, જયારે ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં સારી મગફળીના ભાવ ટેકાના ભાવ કરતા વધુ જણાય રહ્યા હતા, જેમાં શીંગ નવીના મણના ભાવ રૂ. ૮૭પથી ૧૩૪૧ અને શીંગ જી-ર૦ના રૂ. ૯૩પથી ૧૦૯૬ આસપાસ બોલાય રહ્યા છે. સારી મગફળીના ભાવ યાર્ડમાં વધુ હોવાથી કેટલાક ખેડૂતો સીધા જ વેપારીઓને મગફળીનુ વેચાણ કરતા હોવાનુ જાણવા મળેલ છે. માર્કેટીંગ યાર્ડમાં સારી મગફળીના સારા ભાવ મળી રહ્યા છે તેથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે અને ટેકાના ભાવ ઓછા હોવાથી ખેડૂતો બજારમાં વેપારીઓને મગફળીનુ વેચાણ કરી રહ્યા હોવાનુ જણાય રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here