આઠ માસ સુધી મલ્ટીપ્લેક્ષ-થિયેટર બંધ રહ્યા બાદ ફરી ધમધમતા થશે, સિનેમા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢવા માટે રાહત કે સહાયનું વિશેષ પેકેજ જાહેર કરવું જરૂરી

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાના કારણે છેલ્લા આઠ મહિનાથી ભાવનગર સહિત સમગ્ર દેશમાં મનોરંજન પીરસતા થિયેટર અને મલ્ટીપ્લેક્ષ બંધ રહેતા ફિલ્મ ઉદ્યોગ પર માઠી અસર થઈ હતી. આગામી ૧૫ ઓક્ટોમ્બરથી સરકારી ગાઈડ-લાઈન મુજબ સિનેમાગૃહ ખોલવાની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરાતા હવે ધીમે-ધીમે આ વ્યવસાય મંદીમાંથી બહાર આવે એવી શક્યતા છે સિનેમા શરૂ થાય તે દિવસથી દર્શકોની સુરક્ષાને પ્રાથમિકતા અપાશે. કરોડોના રોકાણ કરીને ઉભા થયેલા મલ્ટીપ્લેક્ષ બંધ હોતા તેમના માલિકોને લાખોની ખોટ ગઈ છે.

ત્યારે આગામી ૧૫ ઓક્ટોમ્બરથી થિયેટર શરૃ કરવાની મંજુરી મળતા પ્રથમ દિવસથી જ દરેક શો બાદ સેનેટાઈઝ કરાશે. દર્શકો વધુમાં વધુ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે ઉપરાંત સામાજિક અંતર જળવાઈ રહે તે માટે ઓડ-ઈવન મુજબ દર્શકોને બેસાડવામાં આવશે. આવનાર તમામને સ્પ્રે કરીને સેનેટાઈઝ તાથા ટેમ્પરેચર પણ ચેક કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે બેઠક વ્યવસૃથા ૫૦ ટકા જ રાખવાની હોઈ જે ફિલ્મ એક અઠવાડીયા સુધી રહેતી તે બે અઠવાડિયા સુધી રહેશે. જોકે લોકોમાં હવે જાગૃતતા આવી છે જેાથી સ્વયં શિસ્તમાં રહેવું સામાન્ય થયું છે. જેમ રેસ્ટોરેન્ટ હોટલમાં લોકો જતા થયા છે.

એમ ધીમે-ધીમે સિનેમા તરફ પણ દર્શકો આવતા થશે. એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે નવી કોઈ ફિલ્મ રીલીઝ નથી થઈ ત્યારે જુની ફિલ્મ જોવા દર્શકો આવશે કે નહિ એ પણ યક્ષ પ્રશ્ન છે. સિનેમાગૃહ માંથી સરકારને ટેક્ષરૃપે લાખોની કમાણી છે પરંતુ આઠ મહીનાથી મલ્ટીપ્લેકક્ષ, થીયેટર બંધ હોવાથી આવક સદંતર બંધ હતી અને સ્ટાફનો પગાર, લાઈટ બીલ વિગેરે મોટા ખર્ચ તો ચાલુ જ હતા. ત્યારે સિને માલિકોને પણ અન્યોની જેમ સરકાર દ્વારા સહાય આપવામાં આવે એવી અપેક્ષા સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here