માસ્ક વગર અવરજવર કરતા લોકોને ફટકાર્યો દંડ, અનેક વાહનોમાં લોકો માસ્ક વગર મુસાફરી કરતા નજરે પડ્યા, તહેવારો અને ચુંટણી સમયની બેદરકારીએ કોરોનાનું સંક્રમણ વધાર્યું.

મિલન કુવાડિયા
રાજ્યના અનેક શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં અમદાવાદ શહેરમાં કર્ફ્યું લાદવામાં આવી રહ્યો છે. ભાવનગરમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે આમ છતાં તંત્ર દ્વારા કોરોના સંક્રમણ સામે સાવચેતીના ભાગરૂપે હાલ માસ્ક ડ્રાઈવ યોજી લોકોને એલર્ટ રહેવા તાકીદ કરી છે. જેમાં આજે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક ડ્રાઈવ યોજી માસ્ક વગર અવરજવર કરતા લોકોને દંડ ફટકાર્યો હતો. કોરોનાનું સંક્રમણ ફરી વધતા તંત્રમાં દોડધામ મચી છે અને તહેવારોમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતા લોકો સામે લાલ આંખ કરી છે.

આજે સફાળા જાગેલા તંત્રે થોડા દિવસો પૂર્વે બજારમાં ઉમટી પડેલી ભીડ અને ચુંટણી સમયે નેતાઓની સભાની ભીડમાં કોઈ કાર્યવાહી ન કરી હતી જેનું પરિણામ આજે શહેર અને રાજ્યની જનતાને ભોગવવું પડી રહ્યું છે.જયારે માસ્ક ડ્રાઈવ દરમ્યાન અધિકારીઓની બેધારી કેમેરામાં કેદ થઇ હતી અને અનેક માસ્ક વગરના લોકોને તેમજ વિવિધ કચેરીના કર્મચારીઓ જે માસ્ક વગર અવરજવર કરતા હતા તેને જવા દેતા અને અન્ય લોકો પાસેથી દંડ વસુલ કરતા લોકોમાં રોષ છવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here