ભાવનગર જિલ્લા N.C.P ના યુવા ઉપપ્રમુખ યોગરાજસિંહ ગોહિલ ની નિમણુંક

શંખનાદ કાર્યાલય
આગામી દિવસોમાં કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસને હરીફાઈ આપવા માટે થઈને N.C.P એ પ્લાનિંગ શરૂ કરી દીધા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ની આગેવાનીમાં ત્રીજા પક્ષને મજબૂત કરવા માટે થઈને રાજ્યમાં યુવા ટિમો ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ તરીકે યોગરાજસિંહ ગોહિલ (કુકડ) ને જવાબદારી સોંપવામાં આવી છે.

યુવા ટીમને મજબૂત કરવા માટે યુવા યોગરાજસિંહ ને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. યોગરાજસિંહ મોટું યુવા વર્ગે ધરાવે છે. નાની ઉંમરમાં જ રાજકીય ક્ષેત્રમાં ખૂબ મોટું નામ બનાવ્યું છે.જિલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ ગોહિલ જેવા આગેવાનો ની નિમણુંક થઈ હતી ક્રિપાલસિંહ વાળા ને જિલ્લા મહામંત્રીના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. યુવા નેતાને જિલ્લામાં પક્ષને મજબૂત કરવા માટે થઈને જવાબદારી સોંપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here