સાત વર્ષથી ભાવનગરમાં અનેક સેવાકાર્ય કરી રહ્યું છે નિજાનંદ પરિવાર

હરેશ પવાર
ભાવનગર અને સિહોરમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતી સામાજિક સસ્થાઓ આવેલી છે. દરેક સંસ્થાઓ વિવિધ ક્ષેત્રમાં પોતાની સેવાનું યોગદાન આપી રહી છે. જેમાં નિજાનંદ પરિવાર એ જિલ્લાભરમાં પોતાની સેવાની સુવાસ ફેલાવી રહી છે. ૨૦૧૫ થી કાયઁકર સંસ્થા નાત જાતના ભેદભાવ વગર યથા શકિત મદદરૂપ થવાનો સનિષ્ઠ પ્રયાસ કરે છે.

દરેકજ્ઞાતિનાલોકો,ડોકટરો,શિક્ષકો,વેપારીઓ,કલાકારો,વિધાથીઁઓ,આશાફેસી,આશાબહેનો,વૈજ્ઞાનિક,સાહિત્યકારો,લેખક,કવિ,પ્રોસેસરો,પત્રકારો,ફોટોગ્રાફ, ગાયકો,ઉધોગપતિ, સભ્ય જોડાયેલ છે જે દેશના વિવિધ શહેરોમાં રહે છે. હાલ દર માસે ૬૦ નિરાધારોને માસીટ કિટ અને ૫ પિતા વગરના બાળકોની ફ્રી ભરે છે.સંસ્થા દ્રારા સિહોર તાલુકાનુ ભાણવડ ગામ દત્તક લીધેલ છે.જેમાં આરોગ્ય,પોષણ,પયાઁવરણ કાયઁક્રમો કરે છે.

૨૦૧૫ માં એક સંવેદનશીલ વ્યક્તિ નો સમુહ કોઈના મુસ્કાન નું કારણ બનવા અને ચાલો માણસ – માણસ રમીએ સુત્ર પર મુશ્કેલીવાળા પરિવારો માટે કાંઈક કરી છુટવા યથા શકિત પ્રયત્નો કરવા માટે ભેગા થયા અને સંસ્થા ને નામ આપ્યું.”નિજાનંદ પરિવાર”લોકડાયરા,યોગનું મહત્વ, વ્યસન મુક્તિ, બેટી બચાવો,સ્વદેશી જન જાગૃતિ, પયાઁવરણ રક્ષણ,રકતદાન આરોગ્યલક્ષી માહિતી પ્રચાર હેતુઓ છે.સંસ્થા દ્રારા ભગવાન સત્યનારાયણ ની કથા યોજવામાં આવે છે.

રામદરબાર,લોકડાયરો તેની આવક પરોપકાર માં વાપરવામાં આવે છે.અને સભ્યો પાસેથી જુના કપડા એકત્રિત કરાય છે.જે સતત ગરીબ મુશ્કેલીવાળા પરિવારને નિરંતર અપાય છે.હાલ દર માસે કેન્સર,કિડની, ટી.બીના દદીં,વિધવા બહેનો,નિસહાય વૃધ્ધોને ટીફીન સેવા તેમજ ૬૦ પરિવારોને કરિયાણા ની કિટો અપાય છે.તેમજ પિતાની આકસ્મિક અવસાન થી નોધાર બનેલા ૫ બાળકોને શિક્ષણ માટે મદદ કરાઈ રહી છે.આ સંસ્થાને મદદ કરવા,જોડાવા,મુશ્કેલીવાળા પરિવારને સીધી મદદ કરવા માટે સંપર્ક કરવો.૯૦૯૯૦૯૫૩૦૮,૯૩૨૭૫૮૧૧૦૧,૯૪૨૮૮૧૦૫૮૬

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here