આપનું જૂનું વસ્ત્ર જરૂરિયાત મંદનું અંગ ઢાંકે છે
હરેશ પવાર
ભાવનગર માં નિજાનંદ પરિવાર નામની સંસ્થા ચાલે છે જેમાં નિસ્વાર્થભાવે સંવેદનશીલ માનવીઓનો સમુહ છે જેમાં અમેરિકા,બોમ્બે,વડોદરા,રાજકોટ,ભીમડાદ,ઈશ્વરીયા,સણોસરા,દેવગાણા,ટાણા,કૃષ્ણપરા,બોટાદ,દાહોદ,રામધરી,સાંઢીડા,સુરત,રંધોળા,ઝરીયા,સરકડીયા,જાંબાળા, આંબલા,ઉમરાળા, ઠોડા,પાટણા,તળાજા,મહુવા,ગારીયાધાર, પાલીતાણા લોકોને માસીક ફ્રી તેમજ ભગવાન સત્યનારાયણ ની કથા-લોકડાયરા દ્રારા આવક થાય છે તેમજ ૩૬૫ દિવસ જુના વસ્ત્રો ભેગા કરવામાં આવે છે.
તેમજ ગામડે ગામડે જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ જુના વસ્ત્રો ભેગા કરવામાં યોગેશભાઈ મીસ્ત્રી(ભાવનગર),હસુભાઈ હીરાણી(સાગર હેર આટઁ),મેહુલભાઈ રાજયગુરૂ,કરણસિંહ હાડા(સિહોર),ભાવેશભાઈ રાજયગુરૂ,ભરતભાઈ પરમાર(જયુસ ફળોના રસોવાળા)જવેલ્સ સકઁલ ભાવનગર નો સહયોગ મળે છે અને નિરંતર ગરીબ જરૂરિયાત વાળા લોકો સુધી વસ્ત્રો પહોંચાડવામાં આવે છે.આપનું જુનું વસ્ત્ર કોઈના માટે શણગાર અને આખા વષઁ નું ઉપયોગી વસ્ત્ર બને છે.