જૂના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ

બ્રિજેશ ગોસ્વામી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પડતર પ્રશ્નો ને લઈને NSUI દ્વારા યુનિવર્સિટીના કુલપતિ ને આવેદનપત્ર પાઠવી જૂના પડતર પ્રશ્નોનું તત્કાળ નિરાકરણ લાવવા માંગ કરી છે. એમ.કે ભાવનગર યુનિવર્સિટીના સેનેટ સભ્ય મહેબૂબ બ્લોચે જણાવ્યું હતું કે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ને આવેદનપત્ર પાઠવી એવાં પ્રકારે રજૂઆત કરી છે કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોને લઇને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.

ઉકેલ આવ્યો નથી જેને લઈ આજે ધરણાંનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો. આમ છતાં આજદિન સુધી પડતર પ્રશ્નોનો કોઇ સમાધાન થયું નથી ત્યારે આજે ફરી એકવાર જૂના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે જેમાં વર્ષ 2012 થી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ને યુજી તથા પીજીમાં અભ્યાસ પૂર્ણ કરવા અને પરીક્ષાઓ લેવા એ સંદર્ભે આયોજન કરવા તથા યુનિવર્સિટી અધિનિયમ વિરુદ્ધ સરકાર દ્વારા થયેલ ઈસી ની નિમણૂંક જેવી બાબતો અંગે તત્કાળ ઉકેલ લાવવા માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here