માલકાણી પરિવારના ૫૩ વર્ષીય ઇકબાલભાઈએ પ્લાઝમાં ડોનેટ કર્યું

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાની કોઈ વેક્સિન હાલ ઉપલબ્ધ નથી ત્યારે પ્લાઝમા કોરોનાગ્રસ્તો માટે અક્સિર ઈલાજ સાબિત થઈ રહ્યાં છે. પ્લાઝમાં દાનમાં સિહોરીઓ સૌથી મોખરે રહ્યા છે સિહોર નહિ જિલ્લામાં મુસ્લિમ સમાજના સેવાભાવી પરિવાર તરીકે જાણીતા સોનગઢના માલકાણી પરિવારની સેવાકીય જ્યોત પ્રજ્વલિત રહી છે પરિવારના મોભી ૫૩ વર્ષીય ઇકબાલભાઈ કોરોનાથી સંક્રમિત થયા હતા કોરોના રિપોર્ટ પોઝિટિવ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ કોરોનાને મ્હાત આપી હતી.એટલું જ નહીં પણ સાજા થયા બાદ અન્ય એક દર્દીને પ્લાઝમાંની જરૂર હોવાની જાણ થઈ હતી. જેથી ઈકબાલભાઈ અને માલકાણી પરિવારે ઘડીનો પણ વિલંબ કર્યા વગર કોરોનાગ્રસ્તને પોતાના પ્લાઝમા ડોનેટ કરીને માનવતા મહેતાવી છે ત્યારે આ માલકાણી પરિવાર એમ પણ સેવાભાવી માયાળુ પણ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here