ભાવનગર એકજ દિવસમાં હત્યાનો બીજો બનાવ, સમી સાંજે મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી, ભારે ચકચાર

ઓન ધ સ્પોટ
સલીમ બરફવાળા
રાત્રીના ૯/૨૦ કલાકે

ભાવનગરમાં આજે સવારે વરતેજ-સીદસર રોડ પર એક કિશોરની ઘાતકી હત્યા ની ઘટના બનવા પામી જેની હજુ ઓળખ થઈ નથી ત્યાં તખતેશ્વર વિસ્તારમાં આવેલા જનકલ્યાણ એપાર્ટમેન્ટ ના ફ્લેટ નંબર 8 માં અંકિતા જોશી નામની મહિલાની હત્યા કરી અને ગોદડા માં લપેટલી લાશ મળી આવી હતી.આ બનાવના પગલે એ.એસ.પી સહિતનો કાફલો તેમજ એફ.એસ.એલ ની ટિમ પણ ત્યાં પહોંચો હતી.લાશનો પોલીસે કબજો લઈ પી.એમ માટે મોકલી આપી છે.જ્યારે આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજે સવારે વરતેજ-સીદસર રોડ પર બનેલી સમગ્ર હત્યાની ઘટના રહસ્યમય છે,

હજુ સુધી સગીરની ઓળખ થઇ નથી કે, આરોપીની ભાળ મળી નથી આ ઘટનાનો ભેદ ખુલ્યો નથી ત્યાં જ સાંજે શહેરના તખ્તેશ્વર પાસે ટીબીઝેડની સામે આવેલ જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફ્લેટના બીજા માળેથી એક યુવતીની હત્યા થયાના સમાચાર બહાર આવ્યા હતા લાશ ગોદડામાં વિંટાયેલી છે, હત્યા અહિં જ થઇ છે કે અન્ય કોઇ જગ્યાએ હત્યા કરીને લાશને અહિં મુકવામાં આવી છે તે પણ તપાસનો વિષય છે સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધવાની અને તપાસના ચક્રો ગતિમાન કરવાની તજવીજ શરૂ કરી દેવાઇ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here