વેજલપુર ના નાસતા ફરતા સમીરને ઝડપી લેતી ભાવનગર બોરતળાવ પોલીસ

શંખનાદ કાર્યાલય
અમદાવાદ ના વેજલપુર પોલીસ મથકના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સમીર રજાકભાઈ શેખ ઉ.વ.૩૧ ભાવનગર ના કુંભારવાડા વિસ્તારમાં મોતી તળાવ શેરી નંબર ૬ માં જાણવા મળતા બોરતળાવ. પોલીસ મથકના પીએસઆઇ એસ.વાય.ઝાલા ના માર્ગદર્શન હેઠળ ભાવનગર બોરતળાવ પોલીસ મથકની ટીમ દ્વારા સમીરની પૂછતાછ કરતા તેને ઝડપી લઇ કોવિડ ગાઈડ લાઈન મુજબ કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી માટે અમદાવાદના વેજલપુર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here