બાજપાઈ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન, આવાસ યોજનાના ઈ-ડબલ્યુ એસ-૨ના ૧૨૫૨ આવાસો કરાશે ઉભા, સીદસર ખાતે પીએમ આવાસ હેઠળના મકાનો કરાશે તૈયાર

ગાંધીનગરથી મુખ્યમંત્રીએ કર્યો ઇ-કોમ્યુટરાઈઝ ડ્રો. ધારાસભ્ય, મેયર,કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકો જોડાયા, કોરોનાની ગાઈડલાઈનને સંપૂર્ણ અનુસરી યોજાયો કાર્યક્રમ


સલીમ બરવાળા
ભાવનગરમાં આજે બાજપાઈ હોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઈ-કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજવામાં આવ્યો હતો. આ ડ્રો વર્ચ્યુલ સિસ્ટમથી કરવામાં આવ્યો હતો.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી ૧૨૫૨ લાભાર્થીઓ માટે સીદસર ખાતે આગામી સમયમાં તૈયાર થનાર આવસો માટેનો ડ્રો ઈ-કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં આજે મોતીબાગ ટાઉનહોલ ખાતેના બાજપાઈ હોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩ લાખની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ૧૨૫૨ આવાસો ઇ-ડબલ્યુ એસ-૨ કેટેગરીનાના ઇ-કોમ્યુટરાઈઝ ડ્રો ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભાવનગર ખાતે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી,મેયર મનહરભાઈ મોરી,કમિશનર એમ.એ.ગાંધી સહિતના લોકો જોડાયા હતા.

જ્યારે આ કાર્યક્રમમાં લાભાર્થીઓ અને અન્ય લોકો કોરોનાની સરકારની ગાઈડલાઈન સંપૂર્ણ અનુસરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક સાથે કાર્યક્રમમાં જોડાયા હતા.ભાવનગરના સીદસર ખાતે આ આગામી દિવસોમાં ૧૨૫૨ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવવાના છે જેનો ડ્રો આજે યોજવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here