સિહોર કે ભાવનગર સહિત રાજ્યમાં હવે PUC કઢાવવું મોંઘું પડશે, ગુજરાત સરકારે વધાર્યા ભાવ, ભારે વાહનો માટે પણ PUCના વધ્યા ભાવ


બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહેલી જનતા માટે સરકાર તરફથી ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા PUCના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ટૂ વ્હીલર માટે હવે 30 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.  ગુજરાત સરકારે PUCના દરમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ટૂ વ્હીલર માટે PUCનો ચાર્જ30 રૂપિયા કરાયો છે. થ્રી વ્હીલર માટે PUCનો ચાર્જ 60 રૂપિયા નક્કી કરાયો છે. જ્યારે ફોર વ્હીલર માટે PUC માટે 80 રૂપિયા ચાર્જ નક્કી કર્યો છે. આ સાથે ભારે વાહન માટે PUCનો ચાર્જ 100 રૂપિયા નક્કી કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઘણા સમય પહેલા PUC એસોસિયેશન દ્વારા સરકાર પાસે જુદા-જુદા વાહનની PUCની નિયત ફીમાં વધારો કરવા માંગણી કરવામાં આવી હતી. જેમાં PUC એસોસિયેશનની રજૂઆત મુજબ PUCના જે ભાવ છે તે 1996થી અમલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here