ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલ માંડવા ગામે યુવાનના મોતને લઈને કરાયો હાઇવે જામ


અબ્બાસ મહેતર
મળતી વિગતો મુજબ ભાવનગર રાજકોટ ઉપર આવેલ માંડવા ગામે દેવીપૂજક યુવાનની ગઈકાલે ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઇને મૃતક યુવાનના પરિવારજનો દ્વારા યુવાનની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જેને લઈને તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરતા મૃતક યુવાનના પરિવારજનો અને ગામના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ન્યાય માટે થઈને રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો.

જેને લઈને થોડીવાર માટે ભાવનગર રાજકોટ હાઇવેને બંધ કરી દેતા ગાડીઓની લાંબી લાઈનો થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અને પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અહીં મૃતક યુવાનના પરિવારજનોને સમજાવી આગળની કાર્યવાહી હાથ ધરીને હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here