વિસરાતી સંસ્કૃતિને ધબકતી રાખે છે રાજપૂત સમાજની મહિલાઓ


દર્શન જોષી
ભાવેણા ન્યુઝ દ્વારા ઓનલાઇન તલવારબાજીના કાર્યક્રમના વિજેતાઓ ને ટ્રોફી સાથે સન્માનીત કરાયા.ટેકનોલોજીના યુગમાં સૌ કોઈ પોતાની જૂની સંસ્કૃતિને ધીમે ધીમે ભૂલી રહ્યા છે. આપણી જૂની સંસ્કૃતિમાં અનેક કલાઓ અને બેનમૂન કલાવારસો સ્મૃતિમાં ભૂંસાતો જઈ રહ્યો છે ત્યારે પોતાની સંસ્કૃતિના વારસાને ધબકતું રાખવા મહિલા રાજપૂત સમાજ દ્વારા સ્પર્ધાઓ યોજીને સમાજની મહિલા અને દિકરીઓને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.ત્યારે રૂપલબા મહાવીરસિંહ રાઓલ દ્વારા ઓનલાઇન તલવારબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ગુજરાતના તમામ જિલ્લામાં સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો.

આનંદ ની વાત તો એ હતી કે નાની નાની બાળકીઓ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બાઈસા રાજ તલવારબાજી ગ્રુપ અમદાવાદ અને જલ્પાબા જાડેજા દ્વારા ભારે રસાકસી બાદ સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના વિજેતાને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજના પ્રમુખ ભૂમિબા ચુડાસમાં દ્વારા કાર્યક્રમમાં સહકાર આપવામાં આવ્યો હતો. અહીં નિર્ણાયક જલ્પાબા જાડેજાને ભાવેણા ન્યૂઝના તંત્રી મહિપસિંહ જાડેજાને હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વડોદરા, ભરૂચ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરના સ્પર્ધકોને પણ ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here